હટડીના ચેકડેમમાં ડુબી જતા યુવાનનું કરૂણ મોત
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના હટડી ગામે આવેલા ચેકડેમમાં ડુબી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. આ મામલે મુંદરા મરીન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ ૧૮ વર્ષિય સુનીલ દિનેશ પારાધીએ કોઈ કારણસર હટડી ગામે આવેલા ચેકડેમમાં ડુબી ગયા હતા. જેઓનું મોત થયું હતું. આ બનાવ સોમવારે સાંજે ચાર વાગ્યાથી મંગળવારે બપોરે બાર વાગ્યા દરમ્યાન બન્યો હતો. હટડી ગામમાં રહેતા યુવાનનું ચેકડેમમાં ડુબી જવાથી મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. મુંદરા મરીન પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી છે.

Comments