નાગર જ્ઞાતિ દ્વારા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનનું આયોજન
ભુજ-કચ્છઉદય : વડનગરા નાગર જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળ દ્વારા શ્રાવણ માસની પૂર્ણાહૂતિ નિમિત્તે તા. ૧૧-૦૮ શુક્રવારના ૮ વાગ્યાથી શિવ મહિમ્નના પઠન સાથે હોમાત્મક હવનનો આરંભ કરાશે. હવનની પૂર્ણાહૂતિ સાંજે છ વાગ્યે કરાશે. બિડું દિક્ષિતા દક્ષ મહેતા અને જગતી અંશ પટ્ટણી દંપતિ દ્વારા હોમવામાં આવશે. હવન બાદ કિશોર વ્યાસ તથા સાથીદારો દ્વારા મહા આરતિ તથા એ બાદ સમુહ મહિમ્ન પઠન સાથે ઉજવણી સંપન્ન કરાશે. જ્ઞાતિજનો તથા ભક્તજનોને ઉપસ્થિત રહેવા જ્ઞાતિ પ્રમુખ અતુલ મહેતા દ્વારા ઇજન આપાયું છે.
--------

Comments