અંજાર આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટેની સિરિઝનું રી-ઓક્શન કરાશે
અંજાર - કચ્છઉદય : પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, અંજાર-કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર, ફોર વ્હીલર એલએમવી કાર, થ્રી - વ્હીલર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનારું છે. ઓનલાઇન અરજી તા.૧૫/૯ના સાંજે ૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૧૭/૯ના સાંજે ૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તા.૧૭/૯ના સાંજે ૪ કલાક સુધી તથા ઇ-ઓકશન તા.૧૯/૯ના સાંજે ૪ કલાકે સમાપ્ત કરાશે. સુવર્ણ-ગોલ્ડન નંબર ફીના દર ટુ- વ્હીલરના ૮૦૦૦, અન્ય વાહનોના રૂ.૪૦૦૦૦, રજત-સીલ્વર નંબર ફીના દર ટુ-વ્હીલરના ૩૫૦૦ તથા અન્ય વાહનો માટે રૂ.૧૫૦૦૦ રહેશે. જ્યારે અન્ય નંજરમાં ૨ વ્હીલરમાં રૂ.૨૦૦૦ તથા અન્યમાં ૮૦૦૦ ફી રહેશે.
--------

Comments