Trending News

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

કચ્છમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અ...

પત્રકારોએ કોઠાસૂઝથી રસ્તો બનાવી સ્વ કેડી કંડારવી જ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છ પ...

કચ્છી લેવા પટેલ સમાજનાં ખેલાડી કેયુર આશાણીની ૧૧મી....

લેવા પટેલ હોસ્પિટલમાં હવે મળશે સ્કીનની અદ્યતન સારવ...

પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી’ને હો...

ગાંધીધામના સોનલનગરમાં યુવતીના રહસ્યમય મોતકાંડમાં ભ...

આડેસરના શનવાંઢ- ભીમાસરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

કચ્છમાં ‘જળ સંચય’ના નામે કરોડોની ખનીજચોરીનું મોટું...

કંડલાના નાપાક ખજૂર કાંડની તપાસનો રેલો ઝોન ભણી ફંટા...

સ્થાનિક સમાચાર

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જાડેજાની પસંદગી

21 August





જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો જાહેર : ૫મી સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે : જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર

ભુજ - કચ્છઉદય : રાજ્ય, જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો જાહેર કરાયા છે.  આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ અંતર્ગત દરખાસ્ત મંગાવ્યા બાદ વર્ગ-૨ અધિકારી, મદદનીશ શિક્ષણ નિરીક્ષક અને બીઆરસી કો-ઓર્ડીનેટર સહિતની ટીમ દ્વારા શિક્ષકની કામગીરીનું હકીકતલક્ષી મૂલ્યાંકન થયા બાદ જિલ્લા કક્ષાની કમિટી સમક્ષ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ પસંદગી પામેલ શિક્ષકોને ઉપસ્થિત થવાનું હોય છે. ચાલુ વર્ષ ૨૦૨૬ના રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ઉત્તર ઝોનમાં સંલગ્ન એવા કચ્છના ભચાઉ તાલુકાના વર્ધમાન જૈન બોર્ડિંગ અને ઉચ્ચતર માધ્યમિક શાળા, વ. કટારીયાના મદદનીશ શિક્ષક કુલદીપસિંહ એમ. જાડેજાની પસંદગી કરવામાં આવી છે. 
આ ઉપરાંત જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ભુજ તાલુકાની માતૃછાયા કન્યા વિદ્યાલયના મદદનીશ શિક્ષિકા ભાવિનીબેન એમ. ત્રિપાઠી, નખત્રાણા તાલુકાની સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ નિરોણાના આચાર્ય ડૉ. વિષ્પુભાઈ એમ. ચૌધરી, ભુજ તાલુકાની શાળા નં.૧૦ના સીઆરસી કો-ઓર્ડિનેટર ડૉ. હેતલબેન એમ. ગોસ્વામી અને ભચાઉ તાલુકાની ચોબારી (મોમાયમોરા) પ્રા. શાળાના મદદનીશ શિક્ષક શંકરલાલ પી. ગામોટની પસંદગી કરાઈ છે. જ્યારે તાલુકાના કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે મુન્દ્રા તાલુકાની જબલપુર પ્રાથમિક શાળા-૧ના મુખ્ય શિક્ષક જીગરકુમાર બી. પટેલ, ભચાઉ તાલુકાની અમરાસર પ્રા. શાળાના મદદનીશ શિક્ષિકા અમીબેન કે. ચનિયારા, લખપત તાલુકાની ગુનેરી પ્રા. શાળાના મુખ્ય શિક્ષક હિતેશકુમાર એમ. ચૌધરી, લખપત તાલુકાની કલરાવાંડ પ્રા. શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદભાઈ નેમાભાઈ કુંભાર, મુન્દ્રા તાલુકાની ઝરપરા   શાળા નં.રના મદદનીશ શિક્ષિકા વૈશાલીબેન બી. હડિયા, માંડવી તાલુકાની તાલુકા ગ્રુપ શાળા નં.૧ના મદદનીશ શિક્ષિકા જ્યોત્સનાબેન બી. ખત્રી, માંડવી તાલુકાની પાંચોટિયા પ્રા. શાળાના મદદનીશ શિક્ષક રતનજી એ. પઢીયાર, રાપર તાલુકાની બાલાસર પ્રા. કન્યા શાળાના મદદનીશ શિક્ષક મહેશકુમાર એન. બાલાસરા તથા ભચાઉ તાલુકાની સીતારામપુર પ્રા. શાળા નં.૧૦ના મદદનીશ શિક્ષકા પ્રવિણાબેન  કરશનભાઈ ડેરની પસંદગી કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાની કમિટી સમક્ષ ઈન્ટરવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય કક્ષાની કમિટી સમક્ષ પસંદગી પામેલ શિક્ષકોને ઉપસ્થિત થવાનું હોય છે. દર વર્ષે ૫ સપ્ટેમ્બર ‘શિક્ષક દિન’ના દિવસે ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ શિક્ષકોને પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. કચ્છમાં પણ આ વર્ષે પાંચમી સપ્ટેમ્બર ૨૦૨૬ ‘શિક્ષક દિન’ના દિવસે કચ્છ જિલ્લાના તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.
----------

Comments

COMMENT / REPLY FROM