ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમામ પ આરોપીઓનો નિર્દોષ છૂટકારો
ભુજ - કચ્છઉદય : ભુજના લગ્નપ્રસંગમા કરવામા આવેલ એસીડ અટેકના કેસમાંં તમામ પ આરોપીઓનેે અધિક સેશન્સ જજે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની વધુ વિગતો મુજબ તા. ૨૯/૪/૨૦૨૪ના રોજ ભટ્ટી પરિવારમા લગ્ન પ્રસંગ હતો તે દરમ્યાન ફુલ સ્પીડમાં સ્કુટર ચલાવવા બાબતે બોલાચાલી થયા બાદ ભટ્ટી પરિવાર અને ખત્રી પરિવાર વચ્ચે ધોકા, લોખંડની ટામી વગેરે ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસરની મંડળી રચી એસીડ જેવા જલદ પદાર્થથી એસીડ અટેકનો ગુનો કર્યા બાબતની ફરિયાદ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. આ બનાવ ભુજ શહેરમા ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસ અધિક સેસન્સ જજ ટી.એન. ખંધાડિયાની કોર્ટમા ચાલી જતા ૨૧ સાક્ષીઓ, ર૪ જેટલા દસ્તાવેજી આધાર પુરાવાઓ તથા બચાવપક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ તમામ પાંચ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો હતો.
આ કામે આરોપી આદમ અબ્દુલ અઝીઝ ખત્રીના એડવોકેટ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવીએ હાજર રહીને દલીલો કરી હતી. ઉમેર સુમરા, રાજેશ ગઢવી, રામ ગઢવી, જય કટુવા અને અંકીત ભાનુશાલી તેમની સાથે હાજર રહ્યા હતા.
------------

Comments