Trending News

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

કચ્છમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અ...

પત્રકારોએ કોઠાસૂઝથી રસ્તો બનાવી સ્વ કેડી કંડારવી જ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છ પ...

કચ્છી લેવા પટેલ સમાજનાં ખેલાડી કેયુર આશાણીની ૧૧મી....

લેવા પટેલ હોસ્પિટલમાં હવે મળશે સ્કીનની અદ્યતન સારવ...

પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી’ને હો...

ગાંધીધામના સોનલનગરમાં યુવતીના રહસ્યમય મોતકાંડમાં ભ...

આડેસરના શનવાંઢ- ભીમાસરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

કચ્છમાં ‘જળ સંચય’ના નામે કરોડોની ખનીજચોરીનું મોટું...

કંડલાના નાપાક ખજૂર કાંડની તપાસનો રેલો ઝોન ભણી ફંટા...

સ્થાનિક સમાચાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છ પ્રવાસે આવશે

21 August



ભુજ - કચ્છઉદય : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ૨૪મી ઓગસ્ટના સોમવારના કચ્છની મુલાકાતે પધારશે જીલ્લા પ્રમુખ વી.કે. હુંબલ માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૪મીએ સવારે ૧૦ કલાકે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા કચ્છ જિલ્લા એનએસયુઆઈના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૧૦થી ૧૨ તેમજ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા ઉપરાંત કાર્યકારી પ્રમુખ ડો.ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રવક્તા મનીષભાઈ દોશી તથા એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો સમય સવારે ૧૦થી ૨ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ સાંજે ૪ કલાકે અમિતભાઈ ચાવડા કચ્છ જિલ્લા કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૫ કલાકે કચ્છના વિવિધ સ્થાનિક તથા જનહિતના મુદ્દાઓને લઈને પત્રકાર પરિષદને સંબોધન કરશે. અમિતભાઈ ચાવડાનું રાત્રિ રોકાણ ભુજ ખાતે રહેશે. તા. ૨૫ ઓગસ્ટના મંગળવારે સવારે ૧૧ કલાકે અમિતભાઈ ચાવડા મુંદરા - માંડવીમાં વીજ પોલથી અસરગ્રસ્ત ખેડતોને તથા દરિયાકાંઠાના માછીમારો સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતો તથા માછીમારોના વિવિધ પ્રશ્નો તથા વહીવટી મુશ્કેલીઓ અંગે તેમની રજૂઆતો સાંભળશે અને પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરશે. તેવું જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા અંજલી ગોરની યાદીમાં જણાવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM