Trending News

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

કચ્છમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અ...

પત્રકારોએ કોઠાસૂઝથી રસ્તો બનાવી સ્વ કેડી કંડારવી જ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છ પ...

કચ્છી લેવા પટેલ સમાજનાં ખેલાડી કેયુર આશાણીની ૧૧મી....

લેવા પટેલ હોસ્પિટલમાં હવે મળશે સ્કીનની અદ્યતન સારવ...

પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી’ને હો...

ગાંધીધામના સોનલનગરમાં યુવતીના રહસ્યમય મોતકાંડમાં ભ...

આડેસરના શનવાંઢ- ભીમાસરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

કચ્છમાં ‘જળ સંચય’ના નામે કરોડોની ખનીજચોરીનું મોટું...

કંડલાના નાપાક ખજૂર કાંડની તપાસનો રેલો ઝોન ભણી ફંટા...

સ્થાનિક સમાચાર

કચ્છમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ

21 August



ભુજ - કચ્છઉદય : કલેક્ટર કચેરી ખાતે કચ્છ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે કચ્છ જિલ્લામાં પણ સંસ્કૃત સપ્તાહની સુચારૂ ઉજવણી માટે જિલ્લા કલેક્ટરશ્રા અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે.
આ બેઠકમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી અંતર્ગત સમગ્ર જિલ્લામાં ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું. તા.૨૫/૮ના રોજ જિલ્લા મથક ભુજ ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ સંસ્કૃતપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ ગૌરવ યાત્રામાં સંસ્કૃત સાહિત્યને લગતી વેશભૂષા, વિવિધ કૃતિઓ તેમજ સંસ્કૃત ભાષા આધારિત ટેબ્લોનું પ્રદર્શન કરવામાં આવશે. જલ્લા મથક ભુજ ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રાનો રૂટ જ્યુબિલી ગ્રાઉન્ડથી બસ સ્ટેન્ડ થઈ હમીરસર તળાવ સુધીનો રહેશે.
તા. ૨૭/૮ના રોજ સંસ્કૃત ભાષાનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય અને જનમાનસમાં સંસ્કૃત ભાષાના ઉપયોગને પ્રોત્સાહન મળે તે હેતુસર સંસ્કૃત ભાષામાં જ શુભેચ્છા સંદેશાઓની આપ-લે કરવામાં આવશે. આ અંતર્ગત શાળા, મહાશાળાઓ, યુનિવર્સિટી તેમજ વિવિધ સરકારી કચેરીઓમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવશે. તા. ૨૯/૮ના રોજ પ્રાચીન દેવભાષા સંસ્કૃતના સમૃદ્ધ પ્રાચીન સાહિત્યથી જાહેર જનતા પરિચિત થાય તે હેતુસર કચ્છ યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ પાઠવાયું છે. સંસ્કૃત સાહિત્ય પ્રદર્શની દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રાચીન ગ્રંથોની ખરીદી પણ વ્યાજબી ભાવે કરી શકાશે. વધુમાં આ વર્ષે જિલ્લા મથક ઉપરાંત કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ સંસ્કૃત સપ્તાહની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવનાર છે. આ અંતર્ગત પ્રાંત અધિકારીના નેજા હેઠળ તાલુકા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. આ બેઠકમાં તમામ પ્રાંત અધિકારીઓ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા તેમજ તેમની ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં કલેક્ટરના પ્રતિનિધિ તરીકે નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, સમિતિ ઉપાધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારીના પ્રતિનિધિ તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન, સમિતિના સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, ભુજ પ્રાંત અધિકારી શ્રી જાદવ, સમિતિના અન્ય અધિકારીઓ તથા સભ્યો તેમજ તાલુકા કક્ષાએથી તમામ પ્રાંત અધિકારીઓ અને તેમની ટીમ જોડાઈ હતી. બેઠકમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના વિવિધ કાર્યક્રમો સુચારૂ રીતે યોજાય તે અંગે જરૂરી માર્ગદર્શન અને આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સંસ્કૃત બોર્ડના નોડલ અધિકારી જી.જી.નાકર, એસ.એસ.ભાટી અને ટીમ  દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું.
------

Comments

COMMENT / REPLY FROM