Trending News

ભાવનગર લઠ્ઠાકાંડ : સરકાર એકશનમાં

મુંદરાના ખારવા પાંચાડા વિસ્તારમાં રાત્રીના તસ્કરોન...

કંડલા સેઝમાં બોગસ નિકાસ અને ખોટા રિફંડ નું કૌભાંડ

ગાંધીધામના બેકિંગ -CA  સેક્ટરમાં મોટો ભૂકંપ ઃ બોગસ...

રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે વિદ્યાર...

એનસીબસી અને માય ભારતના સ્વયંસેવકો માટે ૫ દિવસીય ટી...

ચોબારીના બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય આરોપી શામજી....

કચ્છ ગુર્જર જૈન સમાજ, મુંબઈના હોદ્દેદારોનું કરાયું...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે ઇ...

ભુજના વોર્ડ નં. ૨માં મૂળભૂત સુવિધાઓના અભાવે આંદોલન...

રાજ્ય કક્ષાની પાવરલિફટિંગ સ્પર્ધામાં ભુજના બે જણને...

લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં...

સ્થાનિક સમાચાર

ભાવનગર લઠ્ઠાકાંડ : સરકાર એકશનમાં

19 August



હર્ષ સંઘવીએ શ્રી મલિક સાથે યોજી બેઠક

અમદાવાદ એરપોર્ટ પર હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધીકારીઓ સાથે યોજી તત્કાર મીટીંગ : કાયદો અને વ્યવસ્થાના શ્રી રાજકુમાર પાંડીયાન પણ રહ્યા હાજર : એસએમસીને સોપાઈ તપાસ

૧૬મી ઓગષ્ટના રોજ વિશ્વરાજ સિંહ ગોહીલે દારૂની મહેફીલ યોજી હતી - પોલીસમાં સિલેકશન થતા આપી હતી પાર્ટી- ઉજૈનથી નકલી દારૂ આવ્યાની આશંકા - પોલીસે ૧૬થી વધુ ટીમો બનાવી તપાસ આદરી-  પોલીસે ૧ર શંકાસ્પદ લોકોને કર્યા રાઉન્ડઅપ : દારૂમાં ઈથેનોલ-મિથેનોલનુ પ્રમાણ વધારે હોવાની છે આશંકા


ગાંધીનગર : ભાવનગર જિલ્લામાં બનાવટી ‘રોયલ સ્ટેગ‘ દારૂ પીવાથી સર્જાયેલી કરૂણાંતિકા વધુ ઘેરી બની છે. ઝેરી દારૂના સેવનથી વધુ ૨ વ્યક્તિઓના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક વધીને ૩ થયો છે. મૃતકોમાં કાર્તિક અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ. ૪૦, રહેવાસી- તળાજા રોડ, ભાવનગર), ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ (ઉ.વ. ૨૫, રહેવાસી- ખરકડી, ઘોઘા) અને ઈન્દોર (મધ્યપ્રદેશ) ના રહેવાસી નરેન્દ્રસિંહ યાદવનો સમાવેશ થાય છે. જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ, હાલ સિવિલ હોસ્પિટલમાં ૮ અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં ૯ મળીને કુલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે, જે તમામની સ્થિતિ હાલ નોર્મલ છે.અમદાવાદ એરપોર્ટ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જીસ્ઝ્ર ને તપાસ સોંપાઈઆ ગંભીર બનાવના પગલે રાજ્ય સરકાર તાત્કાલિક હરકતમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ૧૮ ઓગસ્ટે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિક, આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, જીસ્ઝ્ર ના એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલીને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે.૪ બુટલેગરો ડિટેઈન, કલેકટરની નાગરિકોને ખાસ અપીલ તપાસમાં સામે આવ્યું છે 
પોલીસે ગુનો નોંધી ડુપ્લિકેટ દારૂનો સપ્લાય કરનારની તપાસ હાથ ધરી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને મૃતકના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યું છે. પીએમ રિપોર્ટ બાદ મોાતનું સાચું કારણ વધુ સ્પષ્ટ થશે. સમગ્ર ઘટના અંગે ભાવનગર જિલ્લા પોલીસવડાએ સ્પષ્ટ કર્યું છે કે બનાવ ડુપ્લિકેટ દારૂના સેવનથી બન્યો છે. આથી આ બનાવટી દારૂ ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કર્યો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..કે ઘોઘાના ખરકડી ગામમાં ૧૬ ઓગસ્ટની રાત્રે ૭ મિત્રોએ દારૂ પાર્ટી કરી હતી, જે બાદ આ કરૂણાંતિકા ઘટી હતી. મૃતકના ભાઈએ દારૂમાં પોઈઝન હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પોલીસે ડુપ્લીકેટ દારૂનું વેચાણ કરતા ૪ બુટલેગરોને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કલેકટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવારે જે લોકોએ આ ડુપ્લીકેટ દારૂનું સેવન કર્યું હોય તેમણે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી અત્યંત મહત્ત્વનું છે.ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા ખરકડી ગામના વાડી વિસ્તારમાં બે દિવસ પહેલાં યોજાયેલી દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ છે. મિજબાનીમાં કથિત રીતે દારૂનું સેવન કર્યા બાદ ૪ યુવકોની શારીરિક સ્થિતિ ગંભીર રીતે લથડી હતી. જે પૈકી ૩૫ વર્ષીય ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. લઠ્ઠાકાંડની આશંકા વચ્ચે મોડી સાંજે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના ઝેરી દારૂ કે લઠ્ઠાકાંડ નથી, પરંતુ રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ પીવાથી આ દુર્ઘટના ઘટી છે.મળતી માહિતી મુજબ, ખરકડી ગામના વાડી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાં ઉપેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ ગોહિલ (ઉં.વ. ૨૪), ઘનશ્યામસિંહ જાડેજા અને અન્ય એક યુવકે ભાગ લીધો હતો. દારૂનું સેવન કર્યા બાદ ઉપેન્દ્રસિંહને અચાનક શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી અને ઊલટી-ઉબકા શરૂ થઈ ગયા હતા. તબિયત વધુ બગાડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું.દારૂના સેવન બાદ તબિયત લથડતાં અન્ય ત્રણ મિત્રોને પણ ત્વરિત તબીબી સારવાર અર્થે અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં વિશ્વરાજસિંહ ગોહિલ ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં અને ઘનશ્યામસિંહ જાડેજા સદ્‌ વિચાર હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અન્ય એક યુવકની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પરિવરાજનોએ પણ તબીબો સમક્ષ કબૂલાત કરી હતી કે યુવકોએ બે દિવસ પહેલાં દારૂ પીધો હતો.

...........


ઝેરી કેમીકલ મુંદરાથી ભચાઉ અને ભચાઉથી ભાવનગર પહોચ્યું?

ભાવનગર લઠ્ઠાકાંડ ના ભચાઉમાં પડઘા? ઝેરકેમીકલમાં મુંદરા-ભચાઉ કનેકશનની આશંકા : ડીવાયએસપીનો કાફલો કચ્છમાં તપાસર્થે ઉતર્યો?




પૂર્વ કચ્છ પોલીસીની ખાસ શાખાની ટુકડીઓ પણ ભચાઉના ભવાનીપુર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં મધરાતથી આદરી રહી છે ઝીણવટભરી તપાસ : ૩થી ૪ જેટલા શંકાસ્પદ બારાતુ તત્વોને રાઉન્ડ અપ કર્યાની પણ અટકળો : રર૦ લીટર જેટલો જથ્થો પણ હાથે લાગ્યાની ચકચાર


ડીજીપીશ્રીના મધરાતના કડક આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસ હરકતમાંઃ ભચાઉ પટ્ટામાં કેમિકલયુક્ત દારૂનો મોટો જથ્થો ઝડપાયાની ચર્ચાથી ખળભળાટ : અધિકારીઓ અને હ્લજીન્ની ટીમોના મોડી રાતથી ધામાઃ સ્થાનિક પોલીસે લઠ્ઠાકાંડ કનેક્શન કે મોટા ગોડાઉન અંગેની બાબતને આપી અજ્ઞાનતા

જો ખરેખર કેમીકલયુકત જથ્થો ભચાઉથી ભવાનીપુર વિસ્તારમાથી સપ્લાય થયો હોય તો તેની મંજુરીઓ આપે છે કોણ? વહીવટદાર તરીકે અહી કોણ રહેલા છે? ભચાઉમાં મામલતદાર કચેરી તથા બટીયા વિસ્તારમાં પણ વિવિધ બુટલેગરોના માટેા મોટા પોઈન્ટ ધમધમતા હોવાની છે ચકચાર : અલી, બાબુ, પવલા જેવા બુટલેગરોને ભચાઉમાં કોનો છે છૂટોદોર?



ભચાઉ : ભાવનગરમાં સર્જાયેલા ત્રાસદાયક લઠ્ઠાકાંડના તાર હવે પૂર્વ કચ્છ સુધી લંબાયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાવનગરની ઘટના બાદ રાજ્યના ડીજીપીશ્રી દ્વારા મધરાતે તમામ જિલ્લા પોલીસ વડાઓને અસામાજિક બદીઓ અને ગેરકાયદે દારૂના વેપાર સામે કડક કાર્યવાહી કરવા આદેશ છૂટતાં જ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અનેસ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમો એક્શન મોડમાં આવી ગઈ હોવાની ચર્ચા થવા પામી રહી છે.  મોડી રાત્રે જ પોલીસ વિભાગ દ્વારા દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભચાઉ વિસ્તારમાંથી બુટલેગરનું એક મોટું ગોડાઉન ઝડપાઈ ગયું હોવાની ચર્ચાઓથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.બિનઅધિકૃત સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ ભાવનગરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડમાં વપરાયેલી ઝેરી કેમીકલયુકત જથ્થો મુંદરાથી ભચાઉ પટ્ટામાં અને ત્યાથી ભાવનગર સુધી પહોચ્યો હોવાની ચકચાર છે. જાણકારો કહી રહ્યા છેકે ભાવનગરથી એક ડીવાયએસપીની ટીમ ભચાઉના ભાવાની પુર વીસ્તારમાં મધરાતે જ પહોચી આવી છે. અને સ્થાનિક પોલીસ અધિકારીઓની ટુકડીઓને સાથે રાખી અને આ બાબતેની તપાસ કરી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, ત્રણથી ચાર બારાતુ તત્વો જેઓ આ સપ્લાયમાં સંડોવાયેલા હોવાનુ મનાય છે તેમને પણ રાઉન્ડઅપ કરી અને પુછતાછ હાથ ધરવામા આવી હોવાનુ ચર્ચાય છે. જો કે, બીજીતરફ  આ અંગે ભચાઉ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.ડી. ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, કોઈ મોટું ગોડાઉન પકડાયું હોય તેવી વિગત હાલ અમારા ધ્યાને નથી. ભચાઉ પોલીસ મથક વિસ્તારમાં દારૂ કે અન્ય અસામાજિક બદીઓ સામે પોલીસ દ્વારા વખતોવખત કડક કાર્યવાહી કરવામાં આવે જ છે. ભાવનગર લઠ્ઠાકાંડનું ભચાઉ સાથે કોઈ કનેક્શન હોય તેવી કોઈ જ માહિતી હાલ અમારી પાસે નથી.ભાવનગર લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હાઈએલર્ટ પર છે ત્યારે ભચાઉમાં મોડી રાત્રે પડેલા દરોડા અને ન્ઝ્રમ્-ર્જીંય્ ની કાર્યવાહીને પગલે સમગ્ર કચ્છ જિલ્લાના દારૂના કારોબારીઓમાં ભારે હડકંપ મચી ગયો છે.આ સંદર્ભે પૂર્વ કચ્છ એસીબી પીઆઈ શ્રી વાડાની સાથે વાતચીત કરતા તેઓએ પણ ભચાઉમાં આવી કોઈ જ ઘટના બની હોવાના સંદર્ભે ઈન્કાર જ કર્યો હતો. ભાવનગરની પણ કોઈ કડી નથી અને કોઈ મોટુ ગોડાઉન પકડયા સબબ પણ હાલતુરંત કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. એકદરે ભાવનગરથી ભચાઉ સુધી કોઈ કડી હોવાની વાતને નકારાઈ હતી.

........
 

 

Comments

COMMENT / REPLY FROM