Trending News

ભાવનગર લઠ્ઠાકાંડ : સરકાર એકશનમાં

મુંદરાના ખારવા પાંચાડા વિસ્તારમાં રાત્રીના તસ્કરોન...

કંડલા સેઝમાં બોગસ નિકાસ અને ખોટા રિફંડ નું કૌભાંડ

ગાંધીધામના બેકિંગ -CA  સેક્ટરમાં મોટો ભૂકંપ ઃ બોગસ...

રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે વિદ્યાર...

એનસીબસી અને માય ભારતના સ્વયંસેવકો માટે ૫ દિવસીય ટી...

ચોબારીના બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય આરોપી શામજી....

કચ્છ ગુર્જર જૈન સમાજ, મુંબઈના હોદ્દેદારોનું કરાયું...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે ઇ...

ભુજના વોર્ડ નં. ૨માં મૂળભૂત સુવિધાઓના અભાવે આંદોલન...

રાજ્ય કક્ષાની પાવરલિફટિંગ સ્પર્ધામાં ભુજના બે જણને...

લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં...

સ્થાનિક સમાચાર

એનસીબસી અને માય ભારતના સ્વયંસેવકો માટે ૫ દિવસીય ટીબી ઈએલપી તાલીમનો પ્રારંભ

18 August



ભુજ - કચ્છઉદય : જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેશ ભંડેરીના દિશા-નિર્દેશ હેઠળ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવેના અધ્યક્ષસ્થાને એનસીસી તથા માય ભારતના સ્વયંસેવકો માટે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૫ દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દેશમાંથી ટીબીના સંપૂર્ણ નિર્મૂલનના ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વિભાગ દ્વારા ટીબી અંગે જનજાગૃતિ, વહેલું નિદાન, સમયસર સારવાર અને દર્દીઓને સતત સારવાર માટે પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં યુવાનોની સક્રિય ભાગીદારી વધે અને યુવા સ્વયંસેવકો ગામ તથા સમુદાયના લોકો સુધી ટીબી અંગેની સાચી અને  વૈજ્ઞાનિક માહિતી પહોંચાડી શકે તે હેતુથી આ ૫ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલીમના પ્રથમ દિવસે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. મનોજ દવે દ્વારા સ્વયંસેવકોને ટીબી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમણે ટીબી શું છે, ટીબીના મુખ્ય લક્ષણો, ટીબી કેવી રીતે ફેલાય છે, વહેલું નિદાન શા માટે જરૂરી છે તથા ટીબીના શંકાસ્પદ વ્યક્તિને સમયસર તપાસ અને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સ્વયંસેવકોને ખાસ કરીને લાંબા સમયથી ચાલતી ઉધરસ, તાવ, રાત્રે પરસેવો આવવો, વજનમાં ઘટાડો, ભૂખમાં ઘટાડો વગેરે લક્ષણો ધરાવતા વ્યક્તિઓને ઓળખી તપાસ માટે પ્રેરિત કરવા અંગે સમજ આપવામાં આવી. તેમજ ટીબીનું નિદાન થયા બાદ દર્દીએ નિયમિત અને સંપૂર્ણ સારવાર લેવી કેટલું જરૂરી છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ડૉ. મનોજ દવે દ્વારા સ્વયંસેવકોને માત્ર ટીબી અંગે માહિતી મેળવવા પૂરતું નહીં પરંતુ ગામ અને સમુદાયમાં ટીબી માટે કઈ રીતે કામગીરી કરવી, લોકો સાથે કઈ રીતે સંવાદ કરવો, શંકાસ્પદ દર્દીને કઈ રીતે રેફર કરવો અને દર્દીને સારવાર દરમિયાન કઈ રીતે પ્રોત્સાહિત કરવો તે અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીપીસી નૈનેશ પટેલ અને ડીપીપીએમસી ઈસ્માઇલભાઈ સમા દ્વારા સમગ્ર ૫ દિવસીય તાલીમ કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન વિવિધ સેશન મારફતે ટીબી સંબંધિત વિવિધ પાસાઓ અંગે સ્વયંસેવકોનું ક્ષમતાવર્ધન કરવામાં આવશે. સ્વયંસેવકોને ટીબીની ઓળખ અને જાગૃતિ ઉપરાંત સમુદાય સાથે જોડાણ, આઈઈસી પ્રવૃત્તિઓ, દર્દી અને પરિવાર સાથે સંવાદ, સારવાર અનુપાલન, પોષણ સહાય, સામાજિક કલંક અને ભેદભાવ દૂર કરવા તથા આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને કામગીરી કરવા અંગે માહિતી આપવામાં આવશે.
કાર્યક્રમમાં જિલ્લા યુથ ઓફિસર અમિત શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોની શક્તિ અને સામાજિક જવાબદારીને ટીબી મુક્ત ભારત અભિયાન સાથે જોડવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. માય ભારત અને એનસીસીના યુવા સ્વયંસેવકો ગામ અને સમુદાય સુધી પહોંચીને લોકોમાં ટીબી અંગે જાગૃતિ લાવી શકે અને ટીબી અંગેની ગેરમાન્યતાઓ તથા ભય દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તે અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તાલીમ કાર્યક્રમ દરમિયાન એસટીએસ નિકુંજભાઈ શિહોરા, એસટીએલએસ માહિરભાઈ પંડ્યા તથા ટીબીએચવી જગદીશભાઈ બોળાત દ્વારા પણ સ્વયંસેવકોને ટીબીની ફિલ્ડ કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમાં દર્દી શોધ, શંકાસ્પદ વ્યક્તિઓનું રેફરલ, તપાસ પ્રક્રિયા, દર્દીની સારવાર સાથે જોડાણ, સારવાર અનુપાલન, દર્દી ફોલોઅપ તથા સમુદાય સ્તરે જનજાગૃતિની પ્રવૃત્તિઓ અંગે વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
સ્વયંસેવકોને આરોગ્ય વિભાગની ફિલ્ડ ટીમ સાથે સંકલન કરીને કામગીરી કરવાની પદ્ધતિ અંગે પણ સમજ આપવામાં આવી હતી, જેથી ગામના દરેક વર્ગ સુધી ટીબી અંગેની યોગ્ય માહિતી પહોંચી શકે. ૫ દિવસીય તાલીમ પૂર્ણ કર્યા બાદ એનસીસી તથા માય ભારતના સ્વયંસેવકો આરોગ્ય વિભાગની ટીમ સાથે સંકલન કરીને ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ અસરકારક બનાવવામાં સહભાગી બનશે. સ્વયંસેવકો દ્વારા મુખ્યત્વે ઘર-ઘર મુલાકાત, ટીબી અંગે જનજાગૃતિ, ટીબીના લક્ષણો અંગે લોકોને સમજણ, શંકાસ્પદ વ્યક્તિઓને તપાસ માટે પ્રેરિત કરવા, દર્દીઓને નિયમિત સારવાર લેવા પ્રોત્સાહિત કરવા, દર્દી તથા પરિવારને મનોસામાજિક સહયોગ આપવા અને ટીબી અંગેના સામાજિક કલંક તથા ભેદભાવ દૂર કરવા જેવી પ્રવૃત્તિઓમાં સહયોગ આપવામાં આવશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા, આઈઈસી સામગ્રી તથા વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓના માધ્યમથી યુવાનો દ્વારા ટીબી અંગેની સાચી અને વૈજ્ઞાનિક માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ટીબી દર્દીઓ માટે ઉપલબ્ધ નિ-ક્ષય મિત્ર પહેલ અને પોષણ સહાય અંગે પણ સ્વયંસેવકોને માહિતગાર કરવામાં આવશે. જરૂરીયાતમંદ ટીબી દર્દીઓ સુધી ઉપલબ્ધ સહાય પહોંચે, દર્દીઓ અને તેમના પરિવારને પોષણ તથા સામાજિક સહયોગ મળે અને સમુદાયના લોકો ટીબી દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અભિગમ રાખે તે માટે સ્વયંસેવકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ટીબી સામેની લડાઈમાં માત્ર આરોગ્ય વિભાગ જ નહીં પરંતુ સમગ્ર સમાજની ભાગીદારી જરૂરી છે. ખાસ કરીને યુવાનો પોતાની ઊર્જા, ટેકનોલોજી અને સામાજિક જોડાણના માધ્યમથી ટીબી અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. એનસીસી તથા માય ભારતના સ્વયંસેવકોને ટીબી મુક્ત ભારત અભિયાન સાથે જોડવાથી ગામડાં અને સમુદાયના લોકો સુધી ટીબી અંગેની માહિતી વધુ અસરકારક રીતે પહોંચાડવામાં મદદ મળશે. તાલીમ દ્વારા તૈયાર થયેલા યુવા સ્વયંસેવકો આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ “ટીબી શોધો, તપાસ કરાવો, સારવાર પૂર્ણ કરો અને ટીબી મુક્ત સમાજ બનાવો”ના સંદેશને લોકો સુધી પહોંચાડશે. યુવા શક્તિની સક્રિય ભાગીદારી, આરોગ્ય વિભાગનું માર્ગદર્શન અને જનસમુદાયના સહયોગથી ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા આ ૫ દિવસીય તાલીમ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. 
------------

Comments

COMMENT / REPLY FROM