Trending News

ભાવનગર લઠ્ઠાકાંડ : સરકાર એકશનમાં

મુંદરાના ખારવા પાંચાડા વિસ્તારમાં રાત્રીના તસ્કરોન...

કંડલા સેઝમાં બોગસ નિકાસ અને ખોટા રિફંડ નું કૌભાંડ

ગાંધીધામના બેકિંગ -CA  સેક્ટરમાં મોટો ભૂકંપ ઃ બોગસ...

રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે વિદ્યાર...

એનસીબસી અને માય ભારતના સ્વયંસેવકો માટે ૫ દિવસીય ટી...

ચોબારીના બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય આરોપી શામજી....

કચ્છ ગુર્જર જૈન સમાજ, મુંબઈના હોદ્દેદારોનું કરાયું...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે ઇ...

ભુજના વોર્ડ નં. ૨માં મૂળભૂત સુવિધાઓના અભાવે આંદોલન...

રાજ્ય કક્ષાની પાવરલિફટિંગ સ્પર્ધામાં ભુજના બે જણને...

લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં...

સ્થાનિક સમાચાર

ગાંધીધામના બેકિંગ -CA  સેક્ટરમાં મોટો ભૂકંપ ઃ બોગસ CB  સર્ટિ. કૌભાંડ માં ૫થી વધુ સીએની સંડોવણી!

19 August

શું કચ્છમાથી અ..ધ...ધધ કરોડના હવાલાકૌભાંડનો થશે ધડાકો?




ગાંધીધામ સંકુલમાં ગઈકાલે તરેહ તરેહની ચર્ચાના ખુલ્યા પડીકા : બપોરથી જ જામ્યા હતા તર્કવિતર્કો : ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલી આઈટીની મેગા સર્ચ કાર્યવાહી આજે પણ ચાલુમાં : ગઈકાલે ગુરૂકુળ વિસ્તારમાં બે મોટી પાર્ટીઓ ઉપરાંત બેકીંગ સર્કલમાં એક બેક ઉપરાંત અલગ અલગ કચેરીઓ આઈટીની ટીમોએ ફંફોસી છે, આજે પણ એક સીએની કચેરીમાં ગઈકાલ મોડી રાત સુધી ચાલેલ સર્ચ સર્વે છે યથાવત

આ કૌભાંડમાં આરોપી સીએ ફર્મો દ્વારા કોઈપણ માલ કે સેવાની ખરેખર આયાત-નિકાસ થઈ છે કે નહીં તે ચકાસ્યા વગર જ બોગસ સર્ટિફિકેટ્‌સ ઈશ્યૂ કરવામાં આવ્યા. :  નિયમો અનુસાર જે ટેક્સ અને પેનલ્ટી ભરવાની થતી હતી, તેમાંથી બચવા માટે ખોટા કાગળો તૈયાર કરાયા.ઃ  કાયદાકીય છટકબારીઓનો લાભ ઉઠાવી બેન્કિંગ ચેનલ મારફતે કરોડો રૂપિયા વિદેશ ભેગા કરી દેવાયા.

મુખ્ય સૂત્રધાર પુનિલ સહિત ૪ CA ના નામો સપાટી પરઃ કરોડોની બેનામી મિલકતો વસાવી હોવાનો ખુલાસો  : વિદેશી પેમેન્ટ માટે નિયમો નેવે મૂકી કમિશનના ખેલમાં હવે સીઆરપીસી અને ક્રિમિનલ પ્રોસીડિંગ્સ હેઠળ ભીંસ વધશે



ગાંધીધામ :આંબલી (અમદાવાદ) અને કચ્છના નામાંકિત વિસ્તારમાં ઇન્કમટેક્સના દરોડા બાદ બહાર આવેલું વિદેશી હૂંડિયામણ કૌભાંડ માત્ર કરચોરી પૂરતું સીમિત નથી, 
પરંતુ ભારતીય અર્થતંત્રને મોટો ધક્કો પહોંચાડતું કરોડો રૂપિયાનું સંગઠિત આર્થિક કૌભાંડ સાબિત થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં ૧૫થી વધુ સીએ પ્રત્યક્ષ અને 
પરોક્ષ રીતે ઇન્વોલ્વ છે. તપાસ દળના રડારમાં આવેલા નામો પૈકી પુનિલ દંડ આ સિન્ડિકેટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ગાંધીધામ અને મુન્દ્રાના આર્થિક અને સીએ વર્તુળોમાં આ ઘટનાને પગલે ભારે સન્નાટો વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ધડાકા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.


..........


ટકાવારીના ધોરણે લાખોનું કમિશનઃ કરોડોની બેનામી સંપત્તિ વસાવી

ગાંધીધામ :આ કૌભાંડમાં સીએ ફર્મો દ્વારા સામાન્ય ફીના બદલે વિદેશ મોકલાતી રકમના ટકાવારી લેખે જાડા કમિશન વસૂલવામાં આવતા હતા. ટૂંકા ગાળામાં રાતોરાત અમીર બનવાના ચક્કરમાં આ સીએ સિન્ડિકેટે કરોડો રૂપિયાની કાળી કમાણી કરી ગાંધીધામ, મુન્દ્રા અને અમદાવાદ જેવા વિસ્તારોમાં કરોડોની સ્થાવર-જંગમ મિલકતો અને બેનામી સાંપત્તિઓ ઊભી કરી દીધી હોવાનું તપાસમાં બહાર આવી રહ્યું છે.

..........


CA ના સર્ટિફિકેટ વગર ફોરેન પેમેન્ટ અશક્યઃ બેકિંગ સિસ્ટમનો દુરૂપયોગ


ગાંધીધામ :નિયમ મુજબ, કોઈપણ ભારતીય કંપની કે વ્યક્તિએ વિદેશમાં પેમેન્ટ કરવું હોય તો બેંક દ્વારા ફોર્મ ૧૫ XB ( XA સર્ટિફિકેટ) ફરજિયાત માંગવામાં આવે છે. જો સીએ આ સર્ટિફિકેટ ઇશ્યૂ ન કરે, તો બેંક કોઈપણ સંજોગોમાં નાણાં વિદેશ ટ્રાન્સફર કરી શકતી નથી.

.......


હવે કમિશનર કક્ષાએથી ધોંસઃ ભારે પેનલ્ટી સાથે ક્રિમિનલ કેસ નોંધાશે

ગાંધીધામ : આઇટી વિભાગ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે.  કૌભાંડમાં સામેલ ફર્મો અને વેપારીઓ પર કરોડો રૂપિયાનો દંડ અને વ્યાજ સાથેની પેનલ્ટી ફટકારવામાં આવશે.   માત્ર નાણાકીય દંડ જ નહીં, પરંતુ ભારતીય આર્થિક ગુના નિવારણ કાયદા અને ક્રિમિનલ પ્રોસીજર મુજબ આ તમામ સીએ અને એજન્ટો સામે શતરંજ પાથરીને જેલભેગા કરવા માટે ગંભીર ક્રિમિનલ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

..........


ખોટું સર્ટિફિકેટ આપનાર CA સામે સીધો કોર્ટમાં ક્રિમિનલ કેસ થઈ શકે : અરૂણભાઈ ટંડન


૬ મહિનાથી ૨ વર્ષની સજા અને દંડની જોગવાઈ


ગાંધીધામ : આવકવેરા કાયદાની કલમોનું ઉલ્લંઘન કરીને કરદાતા કે સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવાના કિસ્સામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ટેક્સ સલ્લાહકારની મુશ્કેલીઓમાં મોટો વધારો થઈ શકે છે. જો કોઈ સીએ દ્વારા ખોટું સર્ટિફિકેટ આપવામાં આવે, તો તેમની સામે આવકવેરા ખાતા તરફથી સીધો જ અદાલતમાં ક્રિમિનલ કેસ (ફોજદારી ગુનો) દાખલ થઈ શકે છે.આ અંગે વિગતવાર માહિતી આપતાં કચ્છના જાણીતા ટેક્સ કન્સલ્ટન્ટ અરુણભાઈ ટંડન જણાવે છે કે, આવકવેરા કાયદાની કલમ ૨૭૫, ૨૭૬ થી ૨૭૯ અને કલમ ૨૮૦ ની જોગવાઈઓ મુજબ નાણાકીય અનિયમિતતા કે ખોટા દસ્તાવેજો રજૂ કરવા એ ગંભીર સજાપાત્ર ગુનો છે. તેઓના વધુમાં જણાવ્યા અનુસાર  આવકવેરા કાયદાની કલમ ૨૭૮ અને ૨૮૦ હેઠળ જો કોઈ વ્યાવસાયિક ખોટા દસ્તાવેજો કે સર્ટિફિકેટ પ્રમાણિત કરે છે, તો વિભાગ દ્વારા તેમની સામે પોલીસ કે અન્ય વચગાળાની તપાસ વગર સીધો જ સક્ષમ અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવે છે. ટેક્સ કન્સલ્ટન્ટ અરુણભાઈ ટંડનના જણાવ્યા અનુસાર, સરકાર હવે ટેક્સ ચોરી અને ખોટા પ્રોફેશનલ સર્ટિફિકેશન સામે અત્યંત સખત વલણ અપનાવી રહી છે.આ જોગવાઈઓને કારણે હવે પ્રોફેશનલ્સ અને કરદાતાઓ બંનેએ રિટર્ન કે સર્ટિફિકેટ ફાઈલ કરતી વખતે કાયદાકીય મર્યાદાઓનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય બન્યું છે.આ સંદર્ભે કેન્દ્ર સરકારના જાણીતા ટેક્ષનિષ્ણાંત અરૂણભાઈ ટંડનને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, આ ઘટના સીએમ અને ટેક્ષ સલાહકારોની સંકુલની લોબી માટે પણ આંચકારૂપ છે. હકીકતમાં ૧પસી-બીના ફોૃમ જે દેશ સાથે અગ્રેમીનેટ હોય તેમાં ટેક્ષ માફી મળવા માટેના છે પરંતુ એકસપોર્ટ થયેલ વસ્તુ જ અન્ય કોઈ સપ્યાલ કરવામા આવી હોય અને તેના પર આવા પ્રમાણપત્રો અપાઈ જતા હોય તો તે ખુબજ ચિંતાજનક વાત કહી શકાય તેમ છે. કારણ કે સપ્લાય થયેલી વસ્તુ અન્ય જ હોય તો તેના પર ટેક્ષ બેનીફીટ મળવા પાત્ર થતો જ નથી. હાલમાં ગાંધીધામ સંકુલથી લઈ અને જે ઘટના સામે આવી રહી છે તેમાં પ્રાયમાફેસી આવુ કઈક જ બન્યુ હોય તેમ દર્શાય છે. આવી બેદરકારી જો કોઈ સીએ દ્વારા રાખવામા આવતી હોય તો તેમાં આઈટી વિભાગના કાયદામાં રહેલી જોગવાઈ અનુસાર તેમને છ માસથી બે વર્ષની સજાની જોગવાઈ રહેલી છે. શ્રી અરૂણભાઈ ટંડને આ વાતને ખુબ જ ગંભીર ગણાવી હતી.

........

 

Comments

COMMENT / REPLY FROM