Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પરોઢથી સર્ચ ઓપરેશનનો ધમધમાટ : કરચોરોમાં સોપો

18 August

૧૮ ગાડીઓનો કાફલો વહેલી સવારે કચ્છમાં ઉતર્યો.!



વિદેશી નાણા સંદર્ભેની ક્રોસ તપાસની ચકચાર : રાજકોટમાં ૧૦ સ્થળો પર મેગા સર્ચ ઓપરેશન : ગાંધીધામ-મુંદરામાં પણ અમુક પેઢીઓ ઝપ્ટે ચડી : જો કે સત્તાવાર રીતે સમર્થન બાકી : શીપીંગ અથવા તો લોજીસ્ટીક વ્યવસાય સાથે સંકળાયેલ અમુક પેઢીઓમાં ઓપરેશનની ફેલાતી ગંધ


ઈન્કમટેક્ષ વિભાગ ઉપરાંત ફેમાની ટીમ અને સાયબર ક્રાઈમની પણ સંયુકત કાર્યવાહી હોવાનુ ચર્ચાય છે : વિદેશી ફંડ ટ્રાન્સફર બાબતે સર્ચ અને સર્વે હાથ ધરાયાની પ્રાથમિક આવે છે વિગતો



ગાંધીધામ : ઈન્કમટેક્ષ વીભાગ દ્વારા ગુજરાતના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામા આવી રહ્યુ હોવાની વાતો સામે આવી રહી છે. દરમ્યાન જ રાજકાટે-મોરબી અને ગાંધીધામ-મુંદરા સહિતના વિસ્તારોમાં પણ આ સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામા આવી હોવાની વાત સામે આવી છે.આ અંગે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ગાંધીધામમાં આજ રોજ વહેલ સવારના અંદાજીત પાંચ વાગ્યાના સુમારે અમદાવાદ આઈટીની ટીમો ઉતરી છે. ૧૮ જેટલા વાહનોના કાફલામાં આ અધિકારીઓ અહી આવ્યા છે. વિવિધ ટીમો બનાવી અને ગાંધીધામની ૩ જેટલી પેઢીઓ અને મુંદરામાં પણ બે જેટલી પાર્ટીઓ પાસે પહોચી અને સર્ચ અને સર્વેની ક્રોસ કામગીરી હાથ ધરવામા આવી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. જાણકાોર કહી રહ્યા છે કે, આટલી મોટી ટીમો અહી ઉતરી છે એટલે ત્રણેક દીવસ સુધી તો અહી આ સર્ચ અને સર્વેનો ધમમાટ ચાલી શકે તેમ છે. આઈટીની આટલી બધી ટીમોના પડાવથી કરચોર લોબીમાં પણ થોડો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો કે, હજુ સુધી આ બાબતોએ સત્તાવાર સમર્થન ગાંધીધામ ઈન્કમટેક્ષ વિભાગ તરફથી મળવા પામ્યુનથી.

Comments

COMMENT / REPLY FROM