Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી : કિંમતી સંપત્તિ જાય છે ક્યાં ?

18 August



ખનીજ, પોલીસ અને મહેસૂલ તંત્ર મૌન કેમ? જાગૃત ગ્રામજનો અને આગેવાનોને આગળ આવવા હાકલ


ગાંધીધામ :  ભુખી નદીને પુનઃજીવિત કરવા માટે હાથ ધરાયેલો પ્રોજેક્ટ પ્રશંસનીય હોઈ શકે, પરંતુ આ ઉમદા કાર્યની આડમાં કરોડો રૂપિયાની કિંમતી રેતી બેફામ અને બિનધાસ્ત રીતે ઉસેડી જવામાં આવી રહી હોવાનો ગંભીર આક્ષેપ ઊઠ્યો છે. નદીના પટમાંથી મોટા પાયે થઈ રહેલી આ રેતીચોરી અંગે ખનીજ અને પોલીસ ચોપડે ફરિયાદો નોંધાઈ હોવા છતાં, તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી ન કરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવાલ એ ઊભો થાય છે કે, જો કેસો થઈ રહ્યા છે અને લાખોના સાધનો પણ ઝડપાઈ રહ્યા છે, તો આ રેતી ઉપાડી કોણ રહ્યું છે અને આખરે આ કિંમતી રેતી જાય છે ક્યાં? ખનીજ, પોલીસ અને મહેસૂલ તંત્ર આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવાથી કેમ પાછળ હઠી રહ્યું છે?પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ભુખી નદીને પુનજીવિત કરવાનો પ્રોજેકટ ચાલી રહ્યો છે, તે કદાચ સારો જ હશે, પરંતુ તેની આડમાં કરાડોની રેતી બિનધાસ્ત અને બેફામ થઈને ઉસેડવામા આવી રહ્યો છે તે માટે કોણ 
જવાબદાર છે? કેમ આ રેતી સુરક્ષિત રહે તેની કાઈએ જ તકેદારી ન રાખી? આ રીત જે ઉસેડાતી હોવાના ફરીયાદ પોલીસ અને ખનીજ ચોપડે નોધાઈ પણ ગઈ છે?

..........

કરોડોની રેતીચોરીથી રાજ્યસભા સુધી ન પહોંચાય.!

પ્રબુદ્ધ વર્ગનો ભારે તીખો ટોણોઃ રાજયસભાની ટિકિટ તો ન મળી તો પછી હવે કઈ નવી રાજકીય લ્હાયમાં ચાલી રહ્યો છે તાયફા? કરોડોની રેતીચોરી જયા પહોચી રહી છે તેમને રાજી કરીને હવે કોઈ નવા હોદ્દાઓ તો નથી મેળવી લેવાને..?


ગાંધીધામ : રાજ્યસભાની ટિકિટ મેળવવા માટે જાણે કોઈ એસટી બસની ટિકિટ હોય તેમ પાછલા કેટલાક સમયથી કચ્છમાં પોતાના રાજકીય રોટલા શેકવા તરેહ-તરેહના તાયફાઓ કરનારા એક મહાશય હાલ ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. રાજ્યસભાની ટિકિટ મેળવવાના લટકતા ગાજર જોઈને આ મહાશયે કચ્છમાં અનેક ધતિંગો કર્યા છે, જેનાથી સ્થાનિક લોકો પણ ભારે ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે હવે પ્રબુદ્ધ વર્ગ દ્વારા આ મહાશય પર અત્યંત તીખો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે,  શું કરોડોની રેતીચોરી કરીને કે કરાવીને આ મહાશય કોઈ આકાઓને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે? 
પાછલા બારણેથી કરોડોની રેતીચોરી કરાવીને હજુય કોઈ મોટું રાજકીય પદ મેળવી લેવાની લ્હાય તો નથી ને? જાણકારો કહી રહ્યા છે કે, કરોડોની રેતીચોરી કરો અને રાજ્યસભા સુધી પહોંચી જાવ.!આવા ભ્રમમાં જીવતા તાયફાખોર મહાશયે સમજી લેવું જોઈએ કે પ્રજા હવે બધું જ જોઈ અને સમજી રહી છે.

..........


આવા ભ્રમમાં જીવતા તાયફાખોર મહાશયે સમજી લેવું જોઈએ કે પ્રજા હવે બધું જ જોઈ અને સમજી રહી છે

જાગો ગ્રામજનો જાગોભુખી નદીની રેતી ગામની અને સરકારી સંપત્તિ છે!આ રેતી કોઈ ટ્રસ્ટ, સંસ્થા કે એનજીઓની નથી? 


ગાંધીધામ :  ભુખી નદીના પટમાં આવતા તમામ ગામોના જાગૃત નાગરિકો, હોદ્દેદારો અને આગેવાનોએ આ મામલે આગળ આવી અવાજ ઉઠાવવાની જરૂર છે. આ રેતી કોઈ ટ્રસ્ટ, સંસ્થા કે એનજીઓની માલિકીની નથી, પણ સરકારી અને ગામની સંપત્તિ છે. જો પ્રોજેક્ટના નામે નદીપટમાંથી રેતી ખાલી કરી દેવાશે તો નદી કોરીધાકોર થઈ જશે. નદીમાં રેતીનો સંચય રહે તો જ પાણી જમીનમાં ઊંડું ઉતરે અને વોટર રીચાર્જ થાય.આ વાત સૌએ સમજવી અનિવાર્ય છે. લોકોમાં જાગૃતી આવી રહી છે પૂર્વ સદસ્ય વિવિધ મોરચે રજુઆત કરી છે હવે જે જે ગામોમાથી આ નદી પસાર થાય છે અને જયા વિકાસ પ્રોજેકટ ચાી રહ્યો છે તે ગામોના આગેવાનો, પદાકિારીઓ, જાગૃત લોકોએ આગળ આવવાની જરૂર છે? પ્રોજેકટનો વિરોધ ન હોઈ શકે પરંતુ રેતી ઉપડી રહી છે તે બાબતે પુછવુ જોઈએ કે, આ રેતી ઉપડી રહી છે તે તો નકરકી છે, કેસો થઈ રહ્યા છે, લાખોના સાધનો ઝડપાઈ રહ્યા છે, તો પછી આ રેતી ઉપાડી કોણ રહ્યુ છે?આ રેતીનો જઈ કયા રહી છે? કારણ કે આ કિમંતી ભુખી નદીની કરોડોની રેતી ગામની છે, સરકારી સંપત્તી છે, એ કોઈ ટ્રસ્ટની નથી એ ોઈ સંસ્થાની પણ નથી? એ રેતી કોઈ એનજીઓની પણ નથી? માટે ગ્રામજનો જાગે, આગળ આવે? ભુખી નદી પટ્ટમાં જે જે ગામો આવે છે તે તમામ ગામોએ આ બાબતે અવાજ ઉઠાવવો જ જોઈએ. જો આ રેતી પ્રોજેકટના નામ કે આંચળા હેઠળ ઉસેડાઈ જશે તો નદી પટ્ટ કોરૂ ધાક્કડ થવા પામી જશે. રેતીના સંચયથી નદી રીચાર્જ થાય અને પનાણી વધુ જમીનમાં ઉતરે, રેતી ઉપાડી લેવાથી નહી તે વાત સૌએ સમજવાની જરૂર છે. 


.............

Comments

COMMENT / REPLY FROM