Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

ક્રાઈમ

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

18 August



ગાંધીધામઃ પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની વેચાણ તથા હેરફેરની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર નાઓ દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ગેરકાયદે દારૂની પ્રવૃત્તિઓ પર સતત વોચ ગોઠવવામાં આવી રહી છે. દરમ્યાન, એલ.સી.બી.ની ટીમ ભચાઉ અને ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ/ડે પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે ભચાઉ તાલુકાના મોટી ચીરઇ ગામ પાસે આવેલ ’માઇકો પ્લાયવુડ’ કંપની નજીકની એક કરિયાણાની દુકાનમાં સફળ રેઇડ પાડવામાં આવી હતી.પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી પ્રોહીબિશનનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય મુખ્ય આરોપી રાજપાલસિંહ અરવિંદસિંહ ઝાલા (રહે. મોટી ચીરઇ, તા. ભચાઉ) ને પકડી 
પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે. આ ઉપરાંત, ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલ આરોપીના રહેણાંક મકાનમાં પણ રેઇડ કરીને દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. એલ.સી.બી. ટીમે બંને સ્થળોએથી પ્રોહીબિશનનો મુદ્દામાલ જપ્ત કરી ભચાઉ તથા ગાંધીધામ ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંબંધિત આરોપીઓ વિરુદ્ધ અલગ-અલગ ગુના નોંધી આગળની ચુસ્ત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM