Trending News

કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ...

માંડવીના કાળજા કંપાવતા શર્મનાક કાંડમાં ન્યાયનો કડક...

ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે રાપરના ખેડૂત સાથે ૫.૫૫ લ...

રાપર તાલુકાની વિકાસ વાડી પાસે સગીરાને છેડતીનો બનાવ...

ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત

આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈનો નવો ધડાકો :   ઝોનના ૩...

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

સ્થાનિક સમાચાર

કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ કાંડ મુદ્દે નાણામંત્રાયલનો મોટો ઘટસ્ફોટ

17 August

હવાલા-મની લોન્ડરીંગ કૌભાંડો-નેટવર્કની સેવાય છે ગંધ



૨,૫૦૦ કરોડનું સોપારી કૌભાંડઃ DRI નો મહાધમાકો, ૯ શખ્સો ગિરફ્તાર : કેન્દ્રીય નાણાવિભાગે રજુ કર્યુ સત્તાવાર નિવેદન


ગાંધીધામ : દેશની અગ્રણી તપાસ એજન્સી ‘ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ‘ એ એક મહિના સુધી ચાલેલા ગુપ્ત ઓપરેશન બાદ વિદેશી સોપારી ના ઈમ્પોર્ટમાં આચરવામાં આવેલા ૨,૫૦૦ કરોડ રૂપિયાના બહુચર્ચિત કસ્ટમ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કસ્ટમ્સ બ્રોકર અને માસ્ટરમાઇન્ડ સહિત કુલ ૯ ગઠિયાઓની ધરપકડ કરવામાં આવી છે. સાફટા કરાર-એગ્રીમેન્ટ હેઠળ દેશમા કાર્યરત દાણચોરી ટોળકી અત્યરાસુધીમાં કરોડાની સરકારની રેવેન્યુને લોસ-નુકસાન કરી ચૂકયા હોવાનુ નાણામંત્રાલય દ્વારા અપાયેલ નિવેદનમાં કહેવાયું છે. અખરોટ-કાળામરી, સોપારી જેવી ચિજવસ્તુઓની સાફટા કરારનો ગેરઉપયોગ કરી તેની આડમાં દાણચોરીયુકત લવાઈ હોવાના કિસ્સાઓ અગાઉ કાસેઝ, સહિત દેશના વિવિધ બંદરોપરથી ખુલવા પામ્યા છે. આ બાબતે અપાયેલા નિવેદનમાં જણાવાયુ છે તે અનુસાર ભારતમાં દેશી ખેડૂતોના રક્ષણ માટે વિદેશથી આવતી સોપારી પર ૧૦૦% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. પરંતુ ‘સાફ્ટા’ કરાર હેઠળ બાંગ્લાદેશમાં ઉત્પન્ન થતી સોપારી પર ૧૦૦% કસ્ટમ ડ્યુટી માફીની જોગવાઈ છે.   ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયાથી ઓછી કિંમતે સોપારી ખરીદવામાં આવતી.  આ સોપારી બાંગ્લાદેશ મોકલી, ત્યાં પેકિંગ બદલીને “ઓરિજિન ઓફ બાંગ્લાદેશ” (બાંગ્લાદેશી બનાવટ) ના બોગસ સર્ટિફિકેટ ઊભા કરવામાં આવતા. ભારત સરકારને ૧૦૦% કસ્ટમ ડ્યુટી ચુકવવામાંથી બચવા માટે સાફ્ટા કરારનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી લેવાતી હતી. અગાઉ આવા અનેકકિસ્સાઓ ઠેર ઠેર સામે આવી ચુકયા છે. દરમ્યાન જ વર્તમાન સમયે કંડલા-મુંદરા અને કાસેઝમાં પણ આ રીતના આચરાયેલા કૌભાંડો સપાટી પર આવવા પામી રહ્યા છે. હાલ ડ્ઢઇૈં દ્વારા આ રેકેટમાં જોડાયેલા અન્ય સ્થાનિક આયાતકારો, ક્લિયરિંગ એજન્ટો અને પોર્ટ લિંકેજ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. અને આગામી દીવસોમાં આ બાબતે હજુય વધુ મોટા ખુલાસા થવાની શકયતાઓ કેન્દ્રીય ફાયનાન્સવ ભિાગ દ્વારા દર્શાવવામા આવી રહી છે. 



....................

મુખ્ય કાનૂની કાર્યવાહી અને જપ્તી 


• જપ્તી : ઓપરેશન દરમિયાન DRI એ ૧૬૦ મેટ્રિક ટન સોપારી અને રૂ. ૭૫ લાખની રોકડ રકમ જપ્ત 
કરી છે.
• લાઈસન્સ રદઃ આ ગેરકાયદે ક્લિયરન્સમાં મદદગાર બનેલી કસ્ટમ્સ બ્રોકર એજન્સીનું સનદ/લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે.
• હવાલા નેટવર્કઃ કૌભાંડના પૈસાની આપ-લે માટે સેલ કંપનીઓ અને હવાલા નેટવર્કનો ઉપયોગ થયો હોવાનું પણ બહાર આવ્યું છે.


.....................

કચ્છના કંડલા-મુંદરા બંદરો આવા કાંડમાં
ભૂતકાળમાં રહી ચૂકયા છે સંવેદનશીલ


ગાંધીધામ : આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સોપારીની સ્મગલિંગ અને કસ્ટમ ચોરીમાં કચ્છ જિલ્લાના મુંદરા અને કંડલા પોર્ટ  અગાઉથી જ અતિસંવેદનશીલ કેન્દ્ર રહ્યા છે. 
*મુંદરા પોર્ટ પર સોપારી કૌભાંડઃ ભૂતકાળમાં પણ મુંદરા પોર્ટ પર પ્લાસ્ટિક દાણા કે મીઠાના નામે ઇન્ડોનેશિયા અને દુભાઈથી આવતી કરોડો રૂપિયાની સોપારીના કન્ટેનરો સીઝ કરવામાં આવ્યા છે.
*ડમી કંપનીઓનો ઉપયોગઃ અમદાવાદ DRI એ અગાઉ વિયેતનામ અને ઇન્ડોનેશિયાની 
સોપારીને મુંદરા પોર્ટ પર શ્રીલંકન બનાવટ દર્શાવી ૧૨ કરોડથી વધુની ડ્યુટી ચોરીનું નેટવર્ક ઝડપ્યું હતું, જેમાં કચ્છના ગાંધીધામ અને કંડલા જીઈઢ સુધી તાર જોડાયેલા હતા.*સ્થાનિક બજાર પર અસરઃ બંદરો મારફતે ગેરકાયદેસર રીતે ઠલવાતી સસ્તા ભાવની વિદેશી સોપારીના કારણે સ્થાનિક વેપારીઓ અને ભારતીય ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

Comments

COMMENT / REPLY FROM