ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત
પત્ની, સાસરિયાં અને અન્ય મળી ૫ સામે દુષ્પ્રેરણાનો ગુનો
ભચાઉ : ભચાઉની મનફરા સ્થિત શાંતિનિકેતન સોસાયટી ખાતે રહેતા સિરામિકના વેપારી દિવ્યેશ દિનકરરાય જોષીએ સાસરિયાંના ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મરનાર દિવ્યેશભાઈના નાના ભાઈ દેવેન્દ્ર દિનકરરાય જોષી (રહે. ખાખરેચી, માળિયા-મિયાણા)એ ભચાઉ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, (૧) (મૃતકની પત્ની), (૨) લલિતભાઈ ઈચ્છાશંકર જોષી (સસરા), (૩) (સાસુ, ત્રણેય રહે. ધોરાજી), (૪) સંજયકુમાર પંડ્યા અને (૫) સંજયકુમાર પંડ્યાનાપત્ની (બંને રહે. ગાંધીનગર) નાઓએ દિવ્યેશભાઈને શારીરિક-માનસિક ત્રાસ આપી, ભરણપોષણનો ખોટો દાવો કરી હેરાન-પરેશાન કર્યા હતા. આ માનસિક ત્રાસથી કંટાળી દિવ્યેશભાઈએ સુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. ભચાઉ પોલીસે પાંચેય આરોપીઓ સામે મ્દ્ગજી કલમ ૧૦૮, ૨૯૬(ખ), ૩૫૧(૨), ૫૪ હેઠળ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ ઁજીૈં પી. એન. ગમાર ચલાવી રહ્યા છે.

Comments