Trending News

કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ...

માંડવીના કાળજા કંપાવતા શર્મનાક કાંડમાં ન્યાયનો કડક...

ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે રાપરના ખેડૂત સાથે ૫.૫૫ લ...

રાપર તાલુકાની વિકાસ વાડી પાસે સગીરાને છેડતીનો બનાવ...

ભચાઉના મનફરામાં સિરામિક વેપારીનો આપઘાત

આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈનો નવો ધડાકો :   ઝોનના ૩...

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

સ્થાનિક સમાચાર

માંડવીના કાળજા કંપાવતા શર્મનાક કાંડમાં ન્યાયનો કડક સંદેશ અને સમાજ માટે લાલબતી

17 August

આવો દાખલારૂપ ચુકાદો આપવા બદલ ભુજની શ્રી નામદાર સ્પેશિયલ કોર્ટ અભિનંદનને પાત્ર છે


ભુજની ખાસ અદાલતે આપેલો આજીવન કેદનો ચુકાદો માત્ર એક કાનૂની ફ્રેંસલો નથી, પરંતુ નૈતિક્તા નેવે મૂકનારામાનસિક રોગીઓ સામે ન્યાયપ્રણાલીનો એક પ્રચંડ પ્રહાર જ કહી શકાય કમચંડ પ્રહાર જ કહી શકાય


ફરીયાદી પોતાની નૈતિક ફરજ સમજે, પોલીસ પ્રમાણિકતાથી તપાસ આદરે તો નામદારન્યાયાલય પણ પ્રજાહિતને જ આપે પ્રાથમિકતા, પરંતુ પોલીસ
અને ફરિયાદી જ પાણીમાં બેસી જાય અને પછી તેની જવાબદારી નામદાર ન્યાયાલય પર નાંખીએ તે કેટલા અંશેવ્યાજબી કહેવાય..!

મુંદરા કસ્ટોડિયલ ડેથનો દાખલો જોઇલો..!ફરિયાદી, સમાજ અને પોલીસે જાગૃતતાથી ફરજ અદા કરી છે તો આજે પણ આરોપીઓ જામીન પર મુકત થઇ શકતા નથી !



ગાંધીધામ : માંડવીના અત્યંત શરમજનક અને કાળજું કંપાવી દેનારા કિસ્સામાં ભુજની ખાસ અદાલતે આપેલો આજીવન કેદનો ચુકાદો માત્ર એક કાનૂની ફેસલો નથી, પરંતુ નૈતિકતા નેવે મૂકનારા માનસિક રોગીઓ સામે ન્યાયપ્રણાલીનો એક પ્રચંડ પ્રહાર છે. પોતાની જ ૧૭ વર્ષની સગીર દીકરીને માનસિક ત્રાસ આપી, અયોગ્ય માગણીઓ કરી તેને આત્મહત્યા કરવા મજબૂર કરનાર પિતાને આજીવન સખત કેદ અને દંડની સજા ફટકારીને અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે લોહીના સંબંધોના નામે આચરવામાં આવતા ગુનાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે.બાપ અને દીકરીનો સંબંધ પવિત્રતા, સુરક્ષા અને વિશ્વાસનું પ્રતીક મનાય છે. પરંતુ જયારે રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે સમાજ વ્યવસ્થાના પાયા હચમચી જાય છે. દીકરી માટે પર જ જયારે અસુરક્ષિત બની જાય અને પિતા જ તેની માનસિક સતામણી કરવા લાગે, ત્યારે એ બાળકી પાસે જીવન ટૂંકાવવા સિવાય કોઈ માર્ગ ન બચ્યો એ હકીકત જ આપણા સમાજ માટે ભારે લાલબત્તી સમાન છે. આ કેસમાં ન્યાયિક પ્રક્રિયાની ત્વરા અને મજબૂતી ખાસ પ્રશંસાને પાત્ર છે. તપાસ અધિકારી દ્વારા રજૂકરાયેલી મજબૂત ચાર્જશીટ અને કેસની ગંભીરતા જોઈને અદાલતે તેમાં પોક્સો ધારાનો ઉમેરો કર્યો, જેણે કેસને યોગ્ય દિશા આપી. ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીઓની જુબાની દ્વારા ગુનાને નિઃ શંકપણે સાબિત કરી બતાવવો એ સરકારી વકીલ અને તપાસ ટીમની સરાહનીય કામગીરી દર્શાવે છે. ઉપરાંત કલમ ૩૦૫ હેઠળ આજીવન સખત કેદ, પોક્સો હેઠળ સજા અને પીડિતાની માતાને વળતર ચૂકવવાનો આદેશ એ માત્ર આરોપીને સજા આપવા પૂરતો સીમિત નથી, પરંતુ પીડિત પરિવાર માટે આશ્વાસન અને સમાજ માટે એક કડક ચેતવણી છે. આવો દાખલારૂપ ચુકાદો આપવા બદલ ભુજની સ્પેશિયલ કોર્ટ અભિનંદનને પાત્ર છે. આ હુકમથી એવો મજબૂત સંદેશ જાય છે કે કાયદાના હાથ ખૂબ લાંબા છે અને પવિત્ર સંબંધોની ઓટ લઈ આચરવામાં આવતા પાર્પોનો અંત જેલના સળિયા પાછળ જ આવે છે. સમાજ તરીકે આપણે પણ જાગૃત થવાની જરૂર છે. શરમ કે સંકોચના કારણે ઘરની અંદર થતા આવા અત્યાચારો દબાઈ ન જાય અને કોઈપણ બાળકી કે મહિલા પોતાને અસહાય ન અનુભવે, તે માટે સામાજિક ચેતના અને કાનૂની આશ્રય મેળવવાની હિંમત કેળવવી અત્યંત જરૂરી છે. ભુજ કોર્ટનો આ ચુકાદો ન્યાયપ્રણાલી પ્રત્યે જનતાના વિશ્વાસને વધુ દ્રઢ કરે છે.

 

Comments

COMMENT / REPLY FROM