ઓનલાઈન ટ્રેડિંગ એપના નામે રાપરના ખેડૂત સાથે ૫.૫૫ લાખથી વધુની સાયબર છેતરપિંડી
અવારનવાર નાણાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો
રાપરઃ રાપર તાલુકાના નીલકંઠ ફાર્મ ખાતે રહેતા ખેડૂત પ્રવીણભાઈ માદેવાભાઈ બારસણીયા (પટેલ) (ઉ.વ. ૪૧) સાથે રૂ. ૫,૫૫,૫૦૦/- ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. માર્ચ ૨૦૨૬થી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન અજાણ્યા સાયબર ઠગોએ ખેડૂતને ફોન કરી ‘NGO Securities’ નામની બોગસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.ત્યારબાદ વધુ વળતરની લાલચ આપી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતા ધારક (૧) ભૂમિતરામ ઈન્ડિયા માઈક્રોપ ફાઉન્ડેશન અને (૨) ALPHA BAGS PVT LTD ના ખાતાઓમાં અવારનવાર નાણાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. રાપર પોલીસે આ અંગે BNS કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), ૫૪ અને IT એક્ટ કલમ 66-C, 66-D મુજબ ગુનો નોંધી આરોપી ફોન નંબર ધારકો અને બેંક ખાતાધારકો સામે તપાસ આદરી છે.

Comments