Trending News
ક્રાઈમ

આદિપુરમાં ધાણીપાસાથી જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા, ૧૨,૭૫૦નો મુદ્દામાલ કબજે

27 October



ગાંધીધામઃ પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદનસિંહ સર્કલ પાસે લચ્છુ ટી સ્ટોલ સામે ખુલ્લી જગ્યામાં ધાણીપાસાથી કથિત જુગાર રમતા શામજી રામજી બવા (ઉં.વ. ૪૩), પ્રવિણ મનુભાઈ બારોટ (ઉં.વ. ૪૧), દિનેશ વિશનચંદ હાસવાણી (ઉં.વ. ૪૫) અને ભરત મેઘજીભાઈ મહેશ્વરી (ઉં.વ. ૩૦)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા ૧૨,૭૫૦ અને બે ધાણીપાસા કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ૈઁં એસ.એન. કરંગીયાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઁજીૈં આર.એમ. દુવા સહિત આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.

Comments

COMMENT / REPLY FROM