Trending News
સ્થાનિક સમાચાર

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડનું વિતરણ કરાયું

26 October



ભુજ - કચ્છઉદય : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે વિશેષ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્યત્વે વડીલો માટે સિનિયર સિટીઝન કાર્ડનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી અનેક વડીલોને તેમના હક્ક અને કલ્યાણ માટેના લાભો મેળવવામાં મદદ મળી છે.
આ કેમ્પનું મુખ્ય માર્ગદર્શન અને આયોજન કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અને ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ હિંમતલાલ ખંડોર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સિનિયર સિટીઝન કાર્ડ ઉપરાંત તમામ સરકારી યોજનાઓ માટે લાભાર્થીઓને નિઃશુલ્ક ઓનલાઈન અને ઓફલાઈન ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, જાહેર જનતાની સેવા માટે ટ્રસ્ટ દ્વારા તમામ સરકારી યોજનાઓનો લોકો લાભ લે તે માટે નિઃશુલ્ક માર્ગદર્શન અને ફોર્મ ભરવાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ભુજ તથા માધાપર ખાતે સિનિયર સિટીઝન કાર્ડ, આવકનો દાખલો, ઈડબલ્યુએસ સર્ટિફિકેટ, લગ્ન નોંધણી , આયુષ્માન ભારત કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ, વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, કુંવરબાઈનું મામેરૂં, રેશનકાર્ડ ઈ-કેવાયસી, આધારકાર્ડ ફક્ત સરનામું સુધારો, ખેડૂત ફાર્મર રજિસ્ટર આઈડી, પીએમ સ્વાનીધિ, વાજપાઈ લોન યોજના માટે માર્ગદર્શન અને ફોર્મ ભરી અપાય છે. લોકોને આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતિ-આવકનો દાખલો, બેંક પાસબુક, જન્મ દાખલો સાથે લાવવા જણાવાયું છે.
----

Comments

COMMENT / REPLY FROM