Trending News
ક્રાઈમ

કબરાઉની પ્લાયવુડ કંપનીમાં ૧૦ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં

24 October


મજૂરોના રૂમ સુધી આગ પ્રસરી : ભચાઉ સહિત ચાર ટીમોએ સંયુક્ત પ્રયાસો કર્યા

ભચાઉ - કચ્છઉદય : તાલુકાના કબરાઉ ગામે ગેલેક્સી હોટલ પાછળ આવેલી પેન્ગ્વિન પ્લાયવુડ કંપનીમાં શનિવારે રાત્રે ૧ઃ૩૦ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગ કંપનીમાં મજૂરો માટે બનાવેલા રૂમ સુધી પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી વધુ મદદ બોલાવાઈ હતી. આગની ગંભીરતા જોતા ભચાઉની બીજી ફાયર ગાડી ઉપરાંત ગાંધીધામ મહાનગરપાલિકા, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને કંડલા ટિમ્બરની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. બીજી ગાડી પહોંચે તે પહેલાં મજૂરોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચારેય ટીમોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અંતે સવારે આશરે ૧૧ઃ૩૦ વાગ્યે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો હતો.
આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ, ગાંધીધામ મહાનગરપાલિકાના દીપક ધોરિયા, વિજય થોઠિયા અને પ્રકાશ ઠાકોર, આરતી ઇન્ડસ્ટ્રીઝના કપૂરિયા સાહેબ તેમજ કંડલા ટિમ્બરના રાજેશભાઈ, કલ્પેશભાઈ અને રમેશભાઈ જોડાયા હતા. 
----------

Comments

COMMENT / REPLY FROM