કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા વાલી જાગૃતિ સભાનું કરાયું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા ગુજરાત કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ પ્રગતિબેન આહિર તેમજ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલના માર્ગદર્શન હેઠળ પહેલી વાલી જાગૃતિ સભાનુ આયોજન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ રાજેશ સોનીએ કચ્છની ખરાબ શિક્ષણ વ્યવસ્થા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. કચ્છની મોટા ભાગની શાળાઓમાં શિક્ષક ઘટ છે. કચ્છ બહારના શિક્ષકો ઉંચા મેરીટના આધારે કચ્છમાં નોકરી મેળવી લે છે, પરંતુ થોડા સમયમાં બદલી કરાવીને પોતાના વતનમાં ચાલ્યા જાય છે. પરિણામે કચ્છની શાળાઓમાં આ શિક્ષક ઘટ યથાવત રહે છે. આ પરિસ્થિતિથી કચ્છની શિક્ષણ વ્યવસ્થા ખરાબ થયેલ છે. સમગ્ર કચ્છમાં તબક્કાવાર શિક્ષણ વાલી જાગૃતિ સભા કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજેશ સોની, નર્મદાબેન ખોખર, આત્મારામ સુઢા, રોબીન શાહ, મુળજીભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---

Comments