કોડાય ગામે મહાકાળી માતાજીની ભાવના યોજાઇ
ભુજ - કચ્છઉદય : માંડવી તાલુકાનાં કોડાય ગામે કોડાય જૈન મહાજન દ્વારા પ.પૂ.સાધ્વી દિવ્યકિરણાશ્રીજી મ.સા., પ.પૂ.સા. હર્ષકિરણાશ્રીજી મ.સા.ની શુભ નિશ્રામાં ઉપાશ્રય મધ્યે મહાકાળી માતાજીની ભાવના યોજવામાં આવી હતી. વર્ધમાનનગરના પ્રબોધ મુનવર, દિલીપ મોતા, હીરાચંદ છેડા, લલીત ડાઘા, જયાબેન મુનવર,લીલાવંતીબેન છેડા, માલતી ડાઘા, અમીતા જૈન, દક્ષા છેડાએ ભાવનામાં ભારે રમઝટ જમાવી હતી. કોડાય સમાજવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.વ્યવસ્થામાં પ્રેમીલાબેન લક્ષ્મીચંદભાઇ ગડ્ડાએ સહકાર આપ્યો હતો.
---------

Comments