Trending News
સ્થાનિક સમાચાર

મિરઝાપર હાઇવે ખાતે “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”નું આયોજન 

05 October



ભુજ - કચ્છઉદય : માતાનામઢે દર્શને જતાં પદયાત્રી, વાહન ચાલકો માટે ભુજ તાલુકાનાં મિરઝાપર હુન્ડાઈના શો રૂમ પાસે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને માર્ગદર્શન સાથે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટના સૌજન્ય દ્વારા પદયાત્રા “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”નો તા.૭-૧૦ના સાંજે ૭ વાગ્યે શુભારંભ કરવામાં આવશે.
સાંસદે જણાવ્યું હતું કે, કચ્છનાં કુળદેવી માં આશાપુરા માતાનામઢ મંદિરે નવરાત્રિ દરમ્યાન અસંખ્ય શ્રદ્ધાળૂઓ શીશ ઝુકાવવા માટે પદયાત્રાએ જાય છે તેમજ વાહનોથી પણ દૂર દૂર મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને દેશભરથી લોકો આવે છે ત્યારે સેવા ભાવના અને શ્રધ્ધાળુંઓને પ્રેરક બળ પૂરું પાડવા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પરમ આસ્થાથી વર્ષોથી નવરાત્રિ દરમ્યાન માત્ર પાણી કે પ્રવાહી વડે નકોરડા ઉપવાસ કરે છે. તેમની ભક્તિ વંદનાને ઉજાગર કરવા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ - લખપત હાઇવે પર મિરઝાપર પાસે “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ”નું આયોજન કરેલ છે જે ચારથી પાંચ દિવસ ચાલુ રાખવામા આવશે. તારીખ ૭/૧૦ને બુધવારના સાંજે કેમ્પનો શુભારંભ માઈ ભક્તો, પદયાત્રીઓ, શુભેચ્છકો, સંગઠનનાં પદાધિકારીઓ, ધારાસભ્યો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાંજે ૭ વાગ્યે કરવામાં આવશે. 
સેવા કેમ્પની વિશિષ્ટતા દર્શાવતા સાંસદ વિનોદભાઈએજણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં કાર્યરત યોજનાઓની પ્રદર્શની અને મેડિકલ સેવા કેમ્પ, મિલેટ્‌સ ધાન સાથે એનર્જી સોફ્ટડ્રિંક અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જરાી સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. માતાનામઢ યાત્રાળુઓને વંદનાત્મક શુભકામના સાંસદે પાઠવતા યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી માતાજીને અભ્યર્થના કરી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM