Trending News
ક્રાઈમ

રાપરના ટગા ગામમાં આડેસર પોલીસનું સઘન ચેકિંગઃ તીક્ષ્ણ હથિયારો સાથે ૮ શખ્સો ઝડપાયા

05 October




રાપર : પૂર્વ કચ્છ આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ટગા ગામ અને આડેસર ચોકડી પાસે હાથ ધરાયેલા વિશેષ પેટ્રોલીંગ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદે તીક્ષ્ણ તથા ઘાતક હથિયારો રાખી ફરતા ૮ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં શખ્સો હથિયારો સાથે પકડાયા હતા જેમાં મસ્જીદ ચોક, ટગા, સુલતાન જુસબ ભટ્ટી (ઉ.વ. ૪૦) લોખંડના ધારદાર છરા સાથે. હુસેની ચોક, ટગાઅબ્બાસ રહીમ ભટ્ટી (ઉ.વ. ૨૩) લોખંડની તલવાર સાથે. ભટ્ટીવાસ, ટગા ઇકબાલ જમાલ લાલમામદ ભટ્ટી (ઉ.વ. ૨૫) લોખંડની કટાર સાથે, જ્યારે વસીમ લતીફ જુણેજા (ઉ.વ. ૩૦) છરી સાથે 
ઝડપાયા. આંગણવાડી પાસે, ટગા રફીક રહીમ હિંગોરજા (ઉ.વ. ૨૦) લોખંડના ધારીયા સાથે, અસગર ફેજમામદ હાસમ હિંગોરજા (ઉ.વ. ૨૦) કુહાડી સાથે, અમરૂદ્દીન લાલમોહમદ ભટ્ટી (ઉ.વ. ૩૨) ધારદાર છરા સાથે તથા હબીબ મામદ હિંગોરજા (ઉ.વ. ૪૫) લોખંડના ધારીયા સાથે કબ્જે કરાયા હતા. આડેસર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

......

Comments

COMMENT / REPLY FROM