Trending News
ક્રાઈમ

આદિપુરમાં જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે એટ્રોસિટીનો ગુનો

23 September


ગાંધીધામઃ ગાંધીધામના સેક્ટર-૦૭ માં રહેતા યુવકે પોતાની પસંદગીની યુવતી સાથે લવ મેરેજ કરતાં, યુવતીના ભાઈએ મનદુઃખ રાખી યુવક અને તેના મિત્રને ફોન પર ગંદી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.ગાંધીધામ સેક્ટર-૦૭ માં રહેતા ૩૨ વર્ષીય ભરતકુમાર નવીનચંદ્ર ભોઈયા (મહેશ્વરી) નામના યુવકે વારાહીના રહીશ મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ રાઠોડની બહેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ વાતનું મનદુઃખ રાખી આરોપી મહેન્દ્રસિંહે ભરતકુમારના મોબાઈલ પર ફોન કરી ગાળો આપી હતી તેમજ ભરતકુમાર અને તેમના સાક્ષી શંકરભાઈ લધારામભાઈ દનીચાને જ્ઞાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ગાંધીધામ ’બી’ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ 
પૂર્વ કચ્છ ગાંધીધામના નાયબ પોલીસ અધીક્ષક (DYSPSC/ST  સેલ) ડી.આર. ભાટીયા ચલાવી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM