Trending News
ક્રાઈમ

અંજારના વંડી ગામમાં ૫ વર્ષની બાળકીની જાતીય સતામણી   કરનાર વૃદ્ધ કાકા-સસરા સામે પોક્સો હેઠળ ગુનો દર્જ’

23 September

અંજારના વંડી ગામમાં માસુમ બાળા સાથે શરમજનક બનાવ બન્યો



 ૨૦ આપવાની લાલચ આપી બાળકી સાથે અડપલાં કર્યાઃ કંડલા મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી


ગાંધીધામ : અંજાર તાલુકાના વંડી ગામે ૫ વર્ષની માસૂમ બાળકી સાથે જાતીય સતામણીનો શરમજનક બનાવ સામે આવ્યો છે. બાળકીના કાકા-સસરાએ જ આ કુકર્મ આચરતાં મરીન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મળતી વિગતો મુજબ, વંડી ગામના લાડક ફળિયામાં રહેતા અલીમામદ નુરમામદ બુચડ નામના શખ્સે તેના જ પરિવારની ૫ વર્ષની બાળકીને રૂ. ૨૦ આપવાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી હતી. ત્યારબાદ બાળકીને જમીન પર સુવડાવી તેની સાથે અડપલાં કરી શારીરિક છેડછાડ તથા જાતીય સતામણી કરી હતી. બનાવ અંગે બાળકીની માતા રશીદાબેન મોહમ્મદ આરીફ બુચડે કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે પોતાના કાકા-સસરા અલીમામદ સામે ફરિયાદ નોંધાવી છે.સામાજિક સ્તરે ચર્ચા-વિચારણા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જણાવાયું છે. કંડલા મરીન પી.આઇ. એમ.બી. વસાવાએ બી.એન.એસ. એક્ટ કલમ-૭૫(૨) તેમજ પોક્સો એક્ટની કલમ ૮, ૧૦ અને ૧૨ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments

COMMENT / REPLY FROM