Trending News
ક્રાઈમ

આદિપુર હાઇવે પરથી નશાના કારોબારનો પર્દાફાશ

23 September



૧૩.૩૮ લાખના હેરોઇન હાઇડ્રા મશીન સાથે પંજાબનો શખ્સ ઝડપાયો

આદિપુર નજીક મલયાલમ નગર પાસે પોલીસનો દરોડોઃ ૧૬.૩ ગ્રામ હેરોઇન, રૂ. ૧૦ લાખનું હાઇડ્રા અને વાહન જપ્ત, એક આરોપી ફરાર


ગાંધીધામ : આદિપુર પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે મલયાલમ નગર સોસાયટી પાસે હાઇવે તરફ જતા રસ્તે દરોડો પાડીને નશાકારક પદાર્થ હેરોઇન સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસની આ કાર્યવાહીમાં રૂ. ૧૩.૩૮ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આદિપુર પોલીસના એ.એસ.આઇ. ભરતકુમાર ભાટી અને તેમની ટીમે હાથ ધરેલી કાર્યવાહી અનુસાર, આદિપુર-ગાંધીધામ રોડ પર આવેલા મલયાલમ નગર પાસેના ત્રણ રસ્તા નજીકથી પંજાબના અમૃતસર જિલ્લાના અજનાલા તાલુકાના કુકડાવાલા સીની ગામના રહીશ પ્રભજીતસિંગ અનુપસિંગ મજબી શિખ (ઉ.વ. ૨૬) ને રૂ. ૩,૨૬,૦૦૦ ની કિંમતના ૧૬.૩૦૦ ગ્રામ હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી હેરોઇન ઉપરાંત રૂ. ૧૨,૦૦૦ ના ૨ મોબાઇલ ફોન, ડિઝિટલ વજન કાંટો, રૂ. ૧૦ લાખની કિંમતનું હાઇડ્રા વાહન (જીજે૧ર - સીટી - ૭૬રપ) અને અન્ય અંગત વસ્તુઓ મળી કુલ રૂ. ૧૩,૩૮,૧૦૦/- નો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ કેસમાં પંજાબના તરણતારણનો રહીશરેશમસિંગ ચિમ્પાસિંગ નામનો આરોપી દરોડા દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. બંને આરોપીઓ સાથે મળીને નશાકારક પદાર્થનું વેચાણ કરતા હોવાનું બહાર આવતાં આદિપુર પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM