Trending News
સ્થાનિક સમાચાર

બિહારમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે અમદાવાદ ડિવિઝનની બે ટ્રેનો ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

22 September


ભુજ - કચ્છઉદય : પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝન અને સોનપુર ડિવિઝન હેઠળ આવતા રાજેન્દ્ર પુલ, હાથીદહ જંક્શન અપર, ટાલ, રામપુર ડુમરા તેમજ દિનકર ગ્રામ સિમરિયા સ્ટેશનો પર પ્રી-નોન ઇન્ટરલોકિંગ અને નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે કેટલીક ટ્રેનોનું સંચાલન ડાયવર્ટ કરેલા રૂટ પર કરવામાં આવશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
1) ટ્રેન નંબર 15667 – ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસ
26 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ–કામાખ્યા એક્સપ્રેસનું સંચાલન ડાયવર્ટ કરેલા રૂટ પર કરવામાં આવશે. આ ટ્રેન વારાણસી જંક્શન–છપરા–શાહપુર પટોરી–બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાના કારણે પટના જંક્શન પર આ ટ્રેનનું સ્ટોપેજ રહેશે નહીં.
2)  ટ્રેન નંબર 15635 – ઓખા–ગુવાહાટી એક્સપ્રેસ
25 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબર, 2026 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા–ગુવાહાટી એક્સપ્રેસનું સંચાલન ડાયવર્ટ કરેલા રૂટ પર કરવામાં આવશે. આ ટ્રેન વારાણસી જંક્શન–છપરા–શાહપુર પટોરી–બરૌની થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. ડાયવર્ટ કરેલા રૂટ પર દોડવાના કારણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, પટના જંક્શન, બખ્તિયારપુર જંક્શન અને મોકામા જંક્શન પર આ ટ્રેનનું સ્ટોપેજ રહેશે નહીં.

રેલ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતાં પહેલાં પોતાની ટ્રેનના સંચાલન, રૂટ અને સ્ટોપેજ સંબંધિત અદ્યતન માહિતી નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTES) પર અવશ્ય ચકાસી લે.

Comments

COMMENT / REPLY FROM