Trending News
સ્થાનિક સમાચાર

‘મા-બાપનું ઘર’માં માનસિક દિવ્યાંગ આશ્રિતોને હાઇજેનિક કીટનું વિતરણ

22 September



ભુજ - કચ્છઉદય : સેવા સહયોગ કાર્યક્રમ અંતર્ગત ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘મા-બાપનું ઘર’ આશ્રમ ખાતે રહેતા માનસિક દિવ્યાંગ આશ્રિતોને જીવન જરૂરિયાતની હાઇજેનિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમ દરમિયાન ભુજ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મીતભાઈ  ઠક્કર, નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, આશિકાબેન ભટ્ટ, માનસીબેન શાહ, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, પ્રકાશભાઈ મહેશ્વરી, કાઉન્સિલર જયંતભાઈ ઠક્કર સહિત ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનના હોદ્દેદારો.વિવધ કૌન્સીલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે ‘મા-બાપનું ઘર’ આશ્રમમાં રહેતા આશ્રિતોની સંભાળ, તેમની દૈનિક જરૂરિયાતો તથા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે મહેમાનોને માહિતગાર કર્યા હતા. સેવા સહયોગ અંતર્ગત કરવામાં આવેલા આ માનવતાવાદી કાર્ય બદલ સંસ્થા દ્વારા  ભુજ શહેર ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા સંસ્થાના સ્ટાફ દર્શનભાઈ પટેલ, નેહાબેન આહિર, ક્રિષ્નાબેન આહિર અને યુવરાજ જણસારી દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આશ્રમના આશ્રિતો સાથે આત્મીયતા અને સંવેદનશીલતા સાથે સમય વિતાવી સેવાભાવનો સંદેશ આપવામાં આવ્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM