મુન્દ્રા તાલુકા સમસ્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો
મુન્દ્રા : સમસ્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મુન્દ્રા તાલુકાનો સરસ્વતી સન્માન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય દાતાઓ દવે નરેન્દ્રભાઈ આર., દવે બાલમુકુંદ વી., ભટ્ટ રમેશચંદ્ર એમ., પંડ્યા કંદર્પભાઈ એસ., ત્રિવેદી ગૌરાંગભાઈ આર., ભટ્ટ જયભાઈ એન., પંડ્યા દિપેશભાઈ એમ., દવે ભાવેશભાઈ એન. તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભુજ તાલુકા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના ભટ્ટ વિશાલભાઈ, ભટ્ટ કૃતાર્થભાઈ, ભટ્ટ નિમેષભાઈ, ઉપાધ્યાય હેમલભાઈ હાજર રહ્યા હતા. અંજાર તાલુકા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના જોશી નાનુભાઈ, જોશી દિનેશભાઈ, ઉપાધ્યાય અતુલભાઇ પણ હાજર રહ્યા હતા. મુન્દ્રા તાલુકાના સમસ્ત મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં ૨૦૨૫- ૨૬માં ઉત્તીર્ણ થયેલ ૪૪ બાળકોનુું સન્માન કરાયુું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુતિ કરેલ તેવા ૨૦ બાળકોનું પણ સન્માન કરાયું હતું.
કાર્યક્રમ સફળ બનાવવામાં દવે નરેન્દ્રભાઈ, ત્રિવેદી ગૌરાંગભાઈ, દવે પ્રકાશભાઈ, દવે હર્ષભાઈ, ત્રિવેદી મહેન્દ્રભાઈ, ત્રિવેદી અભયભાઈ, ત્રિવેદી માધવીબેન, ત્રિવેદી રિદ્ધિબેન, દવે જીજ્ઞાબેન, પંડ્યા મોનિકાબેન, ભટ્ટ વિપુલભાઈ આ સૌનો બહુ મોટો ફાળો હતો.
------------

Comments