માતૃત્વને મળ્યો સરકારનો સાથ : નમોશ્રી યોજનાથી નલીયાના હમીદાબેનની માતૃત્વની સફર બની સુરક્ષિત
સરકારની સહાયથી માતા-પુત્રીને મળ્યું પોષણનું કવચ, ડીબીટીથી સીધી બેંકમાં જમા થઈ સહાય
નલિયા - કચ્છઉદય : માતા અને બાળકનું સ્વાસ્થ્ય એ જ સ્વસ્થ સમાજનો પાયો છે. આ વિચારને સાર્થક કરતી ગુજરાત સરકારની નમોશ્રી અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના આજે કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને અનેક માતાઓના જીવનમાં મીઠો બદલાવ લાવી રહી છે. સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય પોષણ અને આર્થિક સહાય મળી રહે તે માટેની આ યોજનાએ અબડાસા તાલુકાના નલીયા ગામના હમીદાબેન કુંભારની માતૃત્વની સફરને સુરક્ષિત અને ચિંતામુક્ત બનાવી છે.
નલીયાના હમીદાબેન કુંભારને આ યોજના હેઠળ મળેલી સહાય તેમના અને તેમની પુત્રીના સ્વાસ્થ્ય માટે આધારરૂપ બની છે. લાભાર્થી હમીદાબેને જણાવ્યું હતું કે, નજીકના પેટા આરોગ્ય કેન્દ્રમાંથી મને આ બંને યોજના હેઠળ સહાય મળે છે તેની માહિતી મળી હતી. મેં તરત જ ફોર્મ ભર્યું. આ સહાયથી હું અને મારી દીકરી પોષણયુક્ત આહાર મેળવી શક્યા છીએ, જે અમારા માટે ખૂબ જ જરૂરી હતું. આ યોજનાની સરળતા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, સહાયની રકમ સીધી જ ડ્ઢમ્ દ્વારા મારા બેંક ખાતામાં જમા થઈ જાય છે.
હમીદાબેને કહ્યું હતું કે, સરકાર મારા જેવી હજારો માતાઓની સગર્ભાવસ્થાથી લઈને બાળકના રસીકરણ સુધીની સફરમાં સાચા સાથીની જેમ સાથે રહે છે. માતા અને બાળક બંનેના સ્વાસ્થ્યની આવી ચિંતા કરવા બદલ હું સરકારનો દિલથી આભાર માનું છું.
-----

Comments