બાળકોને પોષ્ટીક આહાર આપો : ઉત્કર્ષ ઉજ્જવલ
નાના નખત્રાણા ખાતે ‘પોષણ ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો : તા.પં. પ્રમુખ, નખત્રાણા નગરપતિ સહિત રહ્યા ઉપસ્થિત
નખત્રાણા - કચ્છઉદય : આઈસીડીએસના ઉપક્રમે નાના નખત્રાણા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકતા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે કહ્યું કે, બાળકોને પૌષ્ટીક આહાર વાલીઓ આપે પોષણ મુક્ત આહાર સ્વસ્થ જીવનનો આધાર છે. તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામી, નખત્રાણા નગરપતિ વસંતભાઈ વાઘેલા, કા.ચે. ચંદનસિંહ રાઠોડે કહ્યું કે, સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ અનેક યોજના બાળકો, માતાઓ માટે અમલમાં મુકાઈ છે. ત્યારે બાળકોને પેકેટમાં મળતા નાસ્તા બંધ કરીને ઘરેલું નાસ્તા પીરસવાનો આગ્રહ રાખવો જોઈએ.
સીડીપીઓ શાંતાબેન ચુડાસમાએ પોષણ ઉત્સવ કાર્યક્રમની રૂપરેખા આપતા કહ્યું કે, પોષણ યુક્ત વાનગીઓ દ્વારા સ્વચ્છ સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં સહભાગી થવાનો અવસર છે. (ટીએચપી) આધારીત પોષણ યુક્ત વાનગી સ્પર્ધા તથા મિલેટ (શ્રીધાન્ય) અને મોરીંગા (સરગવો) વિશેષ વાનગીની સ્પર્ધા છે.
કાર્યક્રમમાં તા.પં. ન્યા. ચેરમેન જશોદાબેન બળિયા, નગરપાલિકા ઉપપ્રમુખ દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી, જાગૃતિબેન ઠક્કર, સંગીતાબેન સોલંકી, વંદનાબેન છાભૈયા, ચંદનસિંહ રાઠોડ, બાબુભાઈ બળિયા, રેણુબેન કિરણ પટેલ, હંસાબેન રૈયાણી, રબારી ઝીલબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments