Trending News
સ્થાનિક સમાચાર

કુકડસર ખાતે મીઠાના શ્રમયોગીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રચાર-પ્રચાર કરાયો

11 September



ભુજ - કચ્છઉદય : ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રાજ્યના મીઠા શ્રમયોગીઓને સોલાર પેનલ અને પાણીના ટાંકા સહિત પોર્ટેબલ આવાસ પુરા પાડવાની યોજના કાર્યરત છે. જે યોજનાનો હેતુ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા અસંગઠિત શ્રમયોગીઓને રણ - અગરોમાં કામ દરમિયાન રહેઠાણ, પીવાનું પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ સાથે પોર્ટેબલ આવાસ ઉપલબ્ધ કરાવવાનું છે. જેની પાત્રતા માટે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ શ્રમયોગીઓ પાસે ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ કક્ષા-૧ તથા કક્ષા-૨નું કુટુંબ ઓળખકાર્ડ ઓછામાં ઓછા એક વર્ષથી નોંધાયેલ હોવું જોઈએ. સદર યોજનાનો લાભ વધુને વધુ મીઠા શ્રમયોગીઓને મળી રહે તે હેતુથી અત્રેની કચેરીના કેન્દ્ર સંચાલકોએ મુન્દ્રા તાલુકાના અંતરિયાળ વિસ્તાર કુકડસર ખાતે સોલ્ટ વિસ્તારમાં જઈ યોજનાનો પ્રચાર-પ્રસાર કરેલ તથા મીઠા શ્રમયોગીઓને કુટુંબ ઓળખકાર્ડ વિતરણની કામગીરી હાથ ધરી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM