Trending News
સ્થાનિક સમાચાર

પેટ્રોલિયમ ક્ષેત્રના પર્યાવરણીય મુદ્દે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક

11 September



 યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાની રહ્યા ઉપસ્થિતિ

ભુજ - કચ્છઉદય : દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તથા સરકારી ક્ષેત્રની તેલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ‘પેટ્રોલિયમ ક્ષેત્રમાં પર્યાવરણીય મુદ્દાઓ’ વિષય પર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં ઊર્જા સુરક્ષા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીઓનું સંતુલન જાળવવું અત્યંત મહત્વપૂર્ણ છે. પેટ્રોલિયમ ક્ષેત્રના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળે તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
-------

Comments

COMMENT / REPLY FROM