Trending News

ખો-ખોની ટુર્નામેન્ટમાં જિલ્લા કક્ષાએ ઝળકી : રાજ્યક...

સમાજસુધારક સંત રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મજયંતિ ન...

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી...

કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : D...

આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્...

કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પા...

માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો

ભુજ પીજીવીસીએલમાં બોગસ મીટર કૌભાંડ- વીજચોરીમાં તોડ...

ગાગોદરના સોમાણીવાંઢમાં જુગારધામ પર દરોડો 

ગાંધીધામમાંથી ૮૦૪ કરોડ ના બોગસ સર્ટિ. કૌભાંડનો પર્...

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

સ્થાનિક સમાચાર

ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી રકમ ચુકવવાનો કોર્ટનો આદેશ

22 August



ભુજ - કચ્છઉદય : ચેક પરત ફરવાના કેસમાં એક વર્ષની સજા તથા ચેકની બમણી રકમ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ ભુજના ફરિયાદી ઓસમાણગની ભચુ સરાઈએ આરોપી અભુભખર આમદ ભોજ એફ.એ. એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર અમીનાબેન આમદ ભુજ (રહે (બંને જૈનનગર, વોરા હજીરાની પાસે, સુરલભિટ રોડ ભુજ)ના પાવરદાર છે. આ પેઢીનો ધંધો તથા તમામ વ્યવહાર તેઓ કરે છે. ફરિયાદી સાથે તેમના ધંધાકીય સબંધ છે અને તેઓ દ્વારા જમીન લે-વેચનો ધંધો સાથે કરે છે. ફરિયાદી અને આરોપી વચ્ચે ધંધાકીય હિસાબ કરતા રકમ રૂપિયા નેવુ લાખ ફરિયાદીની બાકી લેણી નિકળેલ હતી. આ રકમની ચુકવણી માટે આરોપીઓ દ્વારા પેઢીના ખાતાનો ફરિયાદીના નામજોગ રકમ રૂપીયા ૯૦ લાખનો ચેેક આપેલા હતા. આથી ફરિયાદીએ ચેક પોતાના ખાતામાં નાખતા એકાઉન્ટ ક્લોઝડ હોવાના કારણોસર પરત ફરેલ આથી ફરિયાદીએ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. આરોપીઓ દ્વારા ગુનો કબૂલ ન કરતાં કોર્ટ દ્વારા પુરાવો નોધેલ આ પુરાવા ચાલતા કામે અભુભખર આમદ ભોજ ગુજરી ગયેલા ત્યારબાદ બંને પક્ષોની દલિલો સાંભળી આરોપી બચાવ કોર્ટ દ્વારા માન્ય રાખેલ નહીં. ફરિયાદીની દલિલો ગ્રાહ્ય રાખેલ અને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ભુજ દ્વારા આરોપી એફ.એ. એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર અમીનાબેન આમદ ભોજને ૧ વર્ષની કેદની સજા તથા ચેકની બમણી રકમ ફરિયાદીને ચુકવવાનો હુકમ કરેલ હતો. ફરિયાદીના વકિલ તરીકે અવનીશ જે. ઠક્કર તથા સલીમ એસ. ચાકીએ હાજર રહીને દલિલો કરેલ હતી. 
----

Comments

COMMENT / REPLY FROM