કંડલાના ૩ કરોડના ખજૂરકાંડમાં નાપાક કડીની ચકચાર : DRI એ પવનના ફરીથી બે દિવસના મેળવ્યા રિમાન્ડ ?
વોટ્સએપ ગ્રુપમાં ચેટ સામે આવી : સપ્લાયર પાકિસ્તાની હોવાની પ્રબળ આશંકા
કન્ટ્રી ઓફ ઓરિજિનનું કૌભાંડ આચરનાર અને માલ મંગાવનાર મૂળ પાર્ટી ઈન્દોરની હોવાની વિગતો બહાર આવીઃ કાસેજના શખ્સે પોપટની જેમ આખાય કાંડની વિગતો ઓકી દીધી
ાાંધીધામ : કંડલા પોર્ટ પર આચરવામાં આવેલા રૂ. ૩ કરોડના બહુચર્ચિત ખજૂરકાંડમાં હવે પાકિસ્તાની કનેક્શન સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી કૌભાંડની ઊંડી તપાસ ચલાવી રહેલી ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ ની ટીમે મુખ્ય આરોપી પવન ગોયલના વધુ બે દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછનો દોર તેજ કર્યો છે. તપાસ દરમિયાન સાંપડેલી એક શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ ચેટથી આ આખાય કાંડ પાછળ પાકિસ્તાની સપ્લાયર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ‘કન્ટ્રી ઓફ ઓરિજિન’ (માલ કયા દેશનો છે તે દર્શાવતા સર્ટિફિકેટ)માં ગોલમાલ કરીને આયાત ડ્યૂટી ચોરી કરવાનો અને માલ મંગાવનાર મૂળ ખરીદદાર ઈન્દોરની એક જાણીતી પાર્ટી હોવાનું ખુલ્યું છે. ઈન્દોરની આ પાર્ટી અને પવન ગોયલ વચ્ચે સેતુ બનનાર કંડલા
સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એક સ્થાનિક શખ્સને પણ DRI દ્વારા પૂછપરછ માટે સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યો હતો.
DRI ની ટીમ સમક્ષ હાજર થયેલા કાસેજના આ શખ્સનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવતા જ તેણે ગભરાઈને પોપટની જેમ આખાય ખજૂરકાંડનો મોડસ ઓપરેન્ડી અને આમાં સામેલ તમામ ખેલાડીઓના નામો એજન્સી સમક્ષ ઓકી દીધા હોવાની માહિતી મળી રહી છે. આ કાંડમાં દેશની સરહદ પારથી થયેલા ગેરકાયદેસર વ્યવહારો અને ટેક્સ ચોરીના તાર શોધવા માટે એજન્સી હવે ઈન્દોરની
પાર્ટી સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે.
.........

Comments