ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં તીન પત્તી રમતા ૧૧ શકુનીઓ ઝડપાયા
સેક્ટર-૮માં ઓફિસ નં.૧૧૧ પર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દરોડો; રૂ.૭૨,૩૦૦ રોકડા અને ૧૦ મોબાઇલ સહિત કુલ રૂ.૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે
ગાંધીધામઃ શહેરના સેક્ટર-૮માં આવેલા મનાલી ટાવરની ઓફિસ નં.૧૧૧માં ચાલતા તીન પત્તીના જુગાર પર ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી ૧૧ વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે પ્રહલાદભાઈ પ્રજાપતિ, રમેશભાઈ ઠાકોર, પ્રકાશભાઈ ચારણ, લાલજીભાઈ ભરવાડ, રાહુલભાઈ પવૈયા, નિતીનભાઈ પરમાર, અનિલગીરી ગોસ્વામી, મહિપતસિંહ વાઘેલા, હાર્દિકભાઈ ગઢવી, અનિરૂદ્ધસિંહ જાડેજા અને જયદિપસિંહ ઝાલાને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રૂ.૭૨,૩૦૦ રોકડા, રૂ.૯૫,૦૦૦ની કિંમતના ૧૦ મોબાઇલ ફોન તથા ગંજીપાના મળી કુલ રૂ.૧,૬૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ સામે જુગાર ધારા કલમ ૪ અને ૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા, પીએસઆઇ એલ.એન. વાઢીયા તથા ગાંધીધામ બી-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments