Trending News

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

ક્રાઈમ

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  રૂ.૧.૩૩ કરોડના નાણાકીય વ્યવહાર નું કૌભાંડ ઝડપાયું

16 August



મ્યુલ બેંક એકાઉન્ટ (ભાડે આપેલા ખાતાઓ) અને સાયબર ફ્રોડ અંગે મોટો ગુનો દાખલ

 ‘ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક’ના અંજાર શાખાના ખાતામાં રૂ. ૫૭,૫૯,૪૩૮/- અને ‘ગુજરાત ગ્રામીણ બેંક’ અંજાર શાખાના ખાતામાં રૂ. ૭૫,૬૭,૯૪૨/- મળી કુલ્લે રૂ. ૧,૩૩,૨૭,૩૮૦/- ના ગેરકાયદે અનઓથોરાઈઝ્‌ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ 


ગાંધીધામ -કચ્છઉદય : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મ્યુલ બેંક એકાઉન્ટ (ભાડે આપેલા ખાતાઓ) અને સાયબર ફ્રોડ અંગે મોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પાર્થ ચેતનભાઇ ઝાલા, અધીન ગોવિંદભાઇ કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદિશભાઇ વાંજા, વકાર હુશેન ડોડા,  કુલદિપ ઉર્ફે કિશન બારોટ, વત્સલ ઉર્ફે વિશાલ અનીલભાઇ ઠક્કર અને બીટુ રમેશભાઇ ઠક્કર સહિતના ઈસમોએ કમિશન 
પેટે બેંક ખાતાઓની કિટ તેમજ સીમ કાર્ડ મેળવીને અન્યોને સોંપ્યા હતા. આ ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાકીય લેવડ-દેવડ માટે કરાયો હતો. તપાસ દરમિયાન ‘ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેંક’ના અંજાર શાખાના ખાતામાં રૂ. ૫૭,૫૯,૪૩૮/- અને ‘ગુજરાત ગ્રામીણ બેંક’ અંજાર શાખાના ખાતામાં રૂ. ૭૫,૬૭,૯૪૨/- મળી કુલ્લે રૂ. ૧,૩૩, ૨૭,૩૮૦/- ના ગેરકાયદે અનઓથોરાઈઝ્‌ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયેલા હોવાનું ખુલ્યું છે. પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.


...................

આ પ્રકારના કૌભાંડ રોકવા ટેકનિકલ સોલ્યુશન

* Real-time AI monitoring: બેંકોએ તેમના સર્વરમાં છૈં-આધારિત એનાલિટિક્સ ટૂલ્સ સક્રિય કરવા જોઈએ, જેથી કોઈ પણ અસામાન્ય ફંડ ફ્લો થતાં જ સિસ્ટમ આપોઆપ ખાતું હોલ્ડ પર મૂકી દે.
* Strict Digital KYC Verfication: બેંક એકાઉન્ટ અને સીમકાર્ડ ઈશ્યુ કરતી વખતે બાયોમેટ્રિક ફેશિયલ રિકગ્નિશન અને જિયો-ટેગિંગ ફરજિયાત બનાવવું.
* Digital Footprint & IP Tracking : બેંકિંગ એપ્લિકેશન્સમાં લોગિન થતી વખતે ડિવાઈસ ID અને IP એડ્રેસનું મેપિંગ અનિવાર્ય કરવું.


......................


સાયબર ફ્રોડનું ‘મ્યુલ એકાઉન્ટ’ કૌભાંડ : બેંકોની કેવી લાપરવાહી રહી અને શું છે ટેકનિકલ સોલ્યુશન?

૧. બેંકો અને ટેલિકોમ કંપનીઓની ગંભીર લાપરવાહી : 
* KYC માં ગંભીર કચાસ : ખાતા ખોલતી વખતે ખાતાધારકના સરનામા અને આવકના સાધનોનું ભૌતિક સચોટ વેરિફિકેશન કરવામાં ન આવ્યું, જેના કારણે મ્યુલ એકાઉન્ટ 
ઓપરેટ થઈ શક્યા.
 * શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન એલર્ટનો અભાવ : ટૂંકા ગાળામાં ખાતાઓમાં અચાનક લાખો રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયું છતાં બેંકના ઈન્ટરનલ ઓડિટ કે ‘એન્ટી મની લોન્ડરિંગ‘ સોફ્ટવેરે તુરંત ફ્રીઝિંગ મોડ એક્ટિવ ન કર્યો.
 * સીમકાર્ડ વેરિફિકેશનઃ કમિશનની લાલચે એક જ વ્યક્તિના નામે કે નકલી ડોક્યુમેન્ટ્‌સ પર મળેલા સીમકાડ્‌ર્સ સરળતાથી સાયબર ગુનેગારો સુધી પહોંચી ગયા.

....................


રૂ. ૧.૩૩ કરોડના કૌભાંડમાં સાયબર ક્રાઈમ ટીમની આગામી દિશા અને મોડસ ઓપરેન્ડી


૧. આરોપીઓની મોડસ ઓપરેન્ડી (આયામો)ઃ  * નાણાકીય લાલચઃ સ્થાનિક ગરીબ કે સામાન્ય વર્ગના લોકોને થોડા કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા અને સીમકાર્ડ મેળવવા. * ડિજિટલ કિટનું વેચાણઃ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને રજિસ્ટર્ડ સીમકાર્ડ સહિતની ‘બેંકિંગ કિટ’ કુરિયર કે રૂબરૂમાં મુખ્ય સાયબર ગુંડાઓ સુધી પહોંચાડવી.


...................

હવે સાયબર ક્રાઈમ પોલીસની આગળની તપાસ શું હોઈ શકે?


 * Digital Footprints  અને IP DRC: કયા IP એડ્રેસ અને લોકેશન પરથી ઓનલાઈન નેટબેંકિંગ કે UPI ટ્રાન્ઝેક્શન ઓપરેટ થતા હતા તેનું લોકેશન ટ્રેસ કરવું.
 * Money Trail ટ્રેસિંગ : રૂ. ૧.૩૩ કરોડમાંથી નાણાં કયા અન્ય ખાતાઓમાં કે ક્રિપ્ટો વોલેટમાં ટ્રાન્સફર થયા છે તે જાણવા ‘લેયરિંગ ટ્રેકિંગ‘ હાથ ધરવું.
 * કુરિયર અને ડેટા એનાલિસિસઃ જે કુરિયર સર્વિસ મારફતે કિટ્‌સ અને સીમકાર્ડ મોકલવામાં આવ્યા તેની હિસ્ટ્રી અને ફોરેન્સિક કોલ ડિટેઈલ રેકોર્ડનો અભ્યાસ કરવો.
 * બેંક અધિકારીઓની પૂછપરછ : અંજારની સંબંધિત બેંક શાખાઓના જવાબદાર અધિકારીઓની ભૂમિકા કે શંકાસ્પદ બેદરકારી અંગે પૂછપરછ કરવી.
 

Comments

COMMENT / REPLY FROM