Trending News

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટી કાર્યવાહ...

ગાંધીધામ મનાલી ટાવરની ઓફિસમાં  તીન પત્તી રમતા ૧૧ શ...

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામા...

માંડવીમાં દારૂ પીવાની જૂની  અદાવતમાં યુવક પર છરી વ...

પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહીઃ  ર...

ગાધીધામ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ની ભાવપૂ...

રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ : ક...

માંડવીમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતો યુવક મુદ્દામાલ...

નખત્રાણામાં ૬૫ હજારથી વધુના  દારૂ-બિયર સાથે એક ઝડપ...

કિડાણામાં ઘરફોડ ચોરીનો LCB મ્એ ગણતરીના કલાકોમાં ઉક...

કચ્છની કોલેજોમાં તજજ્ઞ ફેકલ્ટીના અભાવે વિદ્યાર્થીઓ...

૩.૫૦ કરોડનો ‘નાપાક’ ખજૂરકાંડ : DRI કૌભાંડ પકડ્યું...

ક્રાઈમ

ભુજ પોલીસનો જુગારધામ પર સપાટો : ૧૩ શકુનિઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

16 August



ભુજ - કચ્છઉદય : ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા જુગારધામ પર આકસ્મિક દરોડા પાડીને ૧૩ જેટલા ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસને આ સફળતા જુગારનો એક ગણનાપાત્ર કેસ શોધી કાઢવાની કામગીરી દરમિયાન મળી હતી. આ રેડ દરમિયાન પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં રોકડ રકમ રૂપિયા ૨૧,૩૦૦, ચાર નંગ મોબાઈલ ફોન જેની કિંમત અંદાજે રૂપિયા ૩પ,૦૦૦, અને એક મોટર સાઈકલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૯૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે, જેમાં અન્ય જુગાર સાહિત્યનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં મામદહુસેન ફકીરમામદ સૈયદ (ઉં.વ.૪૨, રહે. જનતાનગર), વિનુભાઈ વીરજીભાઈ સથવારા (ઉં.વ.પ૧, રહે. ભુજિયા રિંગ રોડ), રીયાજ અબ્દુલ જુણેજા (ઉં.વ.૨૦, રહે. ભુજિયા રિંગ રોડ), સચિન માલજીભાઈ બારોટ (ઉં.વ.૨૭, રહે. જૂની રામનગરી), અકરમ અબ્દુલ સમા (ઉં.વ.૨૯, રહે. જનતાનગર), કિશોર રમેશભાઈ દેવીપુજક (ઉં.વ.૧૯, રહે. રામનગરી), સંજય વિનુભાઈ સથવારા (ઉં.વ.૨૦, રહે. માધાપર પુલિયા પાસે), કમલેશ જયંતિ સથવારા (ઉં.વ.૩૯, રહે. રામનગરી), અરૂણ અમુ સથવારા (ઉં.વ.૨૦, રહે. રામનગરી), દિનેશ કરશન પરમાર (ઉં.વ.૨૨, રહે. રામનગરી), વિશાલ દિલીપભાઈ સથવારા (ઉં.વ.૨૧, રહે. રામનગરી), રાહુલ અનીલ સથવારા (ઉં.વ.૨પ, રહે. રામનગરી), અને ભરત કમાભાઈ દેવીપુજક (ઉં.વ.૩૬, રહે. રામનગરી)નો સમાવેશ થાય છે.
જુગારના આ ગણનાપાત્ર કેસને સફળતાપૂર્વક શોધી કાઢનાર પોલીસ ટીમમાં પીઆઇ એસ.એમ.રાણાની રાહબરી હેઠળ પો.સબ ઈન્સ. એમ.એચ.પટેલ, એ.એસ.આઈ. દિલીપસિંહ બી. સિંઘવ, પો.હેડ કોન્સ. મુકેશભાઈ કે. પટણી,ભરતભાઈ કે. માજીરાણા, અરવિંદભાઈ ડી. વણકર,લાલજીભાઈ એલ.મકવાણા, નરેન્દ્રસિંહ પી.જાડેજા, મહાવીરસિંહ પી.જાડેજા તેમજ પો.કોન્સ નાનુભાઈ જે. કરમટા જોડાયા હતા.

 

Comments

COMMENT / REPLY FROM