ભચાઉમાં બંધ ઓરડીમાંથી રૂ.૧.૧૭ લાખનું શંકાસ્પદ પામ ઓઇલ ઝડપાયું
ભચાઉ : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભચાઉથી સામખિયાળી હાઇવે પર ચામુંડા હોટલ નજીક આવેલા પાર્કિંગ પાસેની બંધ ઓરડીમાંથી શંકાસ્પદ પામ ઓઇલનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ, ગાંધીધામે ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબ તથા પૂર્વ કચ્છ
પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની આગેવાની હેઠળ ન્ઝ્રમ્ ટીમે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન કોઈ બિલ કે આધાર
પુરાવા રજૂ ન થતાં પામ ઓઇલના ૧૫ કિલોના ૫૨ ડબ્બા, કુલ ૭૮૦ કિલો, કિંમત રૂ.૧,૧૭,૦૦૦નો મુદ્દામાલ મ્દ્ગજીજી કલમ ૧૦૬ મુજબ કબજે કર્યો હતો. આ મામલે પ્રકાશભાઈ જીતુભાઈ વાલ્મીકી (ઉં.વ. ૩૦, રહે. વોંધ, તા. ભચાઉ, કચ્છ)ની મ્દ્ગજીજી કલમ ૩૫(૨)(ઇ) મુજબ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા ન્ઝ્રમ્ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments