કંડલાથી અંજાર સુધી રેલવેની હદમાં દારૂ અને આંકડાનો કથિત કારોબાર! રાજુની ૩૩ ટકા ભાગીદારીના આક્ષેપોથી ખળભળાટ
કંડલા, ગોપાલપુરી, આદિપુર અને અંજારના રેલવે વિસ્તારોમાં ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે રાજુની કથિત ભૂમિકા તપાસના ઘેરામાં! : રેલવેની હદમાં ચાલતા હોવાના આક્ષેપોવાળા આ ધંધાઓ પાછળ ખરેખર કોણ છે? રાજુની ભૂમિકા શું છે? હવે ઉચ્ચ અધિકારીઓ તપાસનો દોર હાથમાં લેશે કે કેમ તે જોવાનું રહેશે
બની બેઠેલ રાજુ નામનો વહીવટદાર દારૂ અને આંકડાના ધંધામાં ૩૩ ટકા ભાગીદારી હોવાની ચર્ચા; મોબાઇલ, વોટ્સએપ અને ફેસબુકની કાયદેસર તપાસ થાય તો અનેક કડીઓ બહાર આવવાની શક્યતા!
૧૫ દિવસ અગાઉ ૫૦ પેટી દારૂ કયા પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો? તપાસ થાય તો રાજુના બેનામી કારનામાઓનો થાય મોટો પર્દાફાશ
ગાંધીધામઃ પૂર્વ કચ્છના રેલવે વિસ્તારોમાં દારૂ અને આંકડાના કથિત ગેરકાયદેસર ધંધાઓને લઈને હવે સવાલોનો મારો શરૂ થયો છે. કંડલા, ગોપાલપુરી , આદિપુર અને અંજારની રેલવે હદમાં ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે રાજુ નામના વ્યક્તિની કથિત ભૂમિકા અને ૩૩ ટકા ભાગીદારીની ચર્ચાએ સમગ્ર મામલાને ગરમાવ્યો છે. આક્ષેપો મુજબ, ચારેય વિસ્તારોમાં ચાલતા દારૂ અને આંકડાના કથિત ધંધામાં રાજુની ૩૩ ટકા ભાગીદારી હોવાનું કહેવાઈ રહ્યું છે. જો આ દાવાઓમાં તથ્ય હોય તો આ માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ રેલવેની હદમાં ચાલતા સમગ્ર કથિત નેટવર્કનો ગંભીર મામલો બની શકે છે.અહી સૌથી મોટો સવાલ એ છે કે રાજુના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ્સ, વોટ્સએપ ચેટ્સ અને ફેસબુક એકાઉન્ટના સંબંધિત રેકોર્ડની કાયદેસર રીતે તપાસ કરવામાં આવે તો શું આ કથિત નેટવર્કની મહત્વની કડીઓ બહાર આવશે? કોની સાથે સંપર્કો હતા, નાણાકીય વ્યવહારો કોની સાથે થયા અને આ કથિત ધંધાઓમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે તે તપાસનો વિષય છે. બીજી તરફ, આશરે ૧૫ દિવસ અગાઉ ૫૦ પેટી વિદેશી દારૂ કયા પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યો હતો તેની જો જીણવટભરી તપાસ કરવામાં આવે તો પણ ઘણુ બષુ બહાર આવી શકે તેમ છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો? કોનો હતો? પોલીસ સ્ટેશનમાં કયા સંજોગોમાં રાખવામાં આવ્યો હતો? તેની સત્તાવાર નોંધ અને જપ્તીની કાર્યવાહી કરવામાં આવી હતી કે કેમ? તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.હવે પૂર્વ કચ્છ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેલવે તંત્ર આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગ ઊઠી રહી છે. કથિત ૩૩ ટકા ભાગીદારી, ૫૦ પેટી દારૂનો બનાવ, સપ્લાયરો અને સંભવિત ભાગીદારોની ભૂમિકા સહિત તમામ પાસાંની તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણની વાસ્તવિકતા બહાર આવી શકે તેમ છે.

Comments