રાપરમાં દેશી હાથ બનાવટની બંદૂક સાથે ૪૮ વર્ષીય શખ્સ ઝડપાયો
નગાસરીવાંઢ વિસ્તારમાં રહેતા હરી કરશનભાઈ પારકરા (કોલી)ના મકાનમાંથી સિંગલ બેરલની દેશી બંદૂક મળી; રૂ.૩,૦૦૦નો મુદ્દામાલ કબજે
રાપર : પૂર્વ કચ્છ LCB દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની આગેવાનીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે નગાસરીવાંઢ વિસ્તાર, તા. રાપર ખાતે રહેતા હરી કરશનભાઈ પારકરા (કોલી), ઉંમર ૪૮ વર્ષના રહેણાંક મકાનમાં તપાસ કરતાં દેશી હાથ બનાવટની સિંગલ બેરલ બંદૂક નંગ-૧, કિંમત રૂ.૩,૦૦૦ મળી આવી હતી.
પોલીસે બંદૂક કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા તથા ન્ઝ્રમ્ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments