Trending News
ક્રાઈમ

‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ SOG સપાટો : મેઘપર  બોરીચી નજીકથી બે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ

14 November




પાસપોર્ટ અને ભારતીય વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરી વસવાટ કરતી બે મહિલાઓને પૂર્વ કચ્છ SOG ઝડપી પાડી; ત્રણ મોબાઈલ ફોન કબજે કરાયા

ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગાંધીધામે મોટી કાર્યવાહી કરી છે. મેઘપર બોરીચી ખાતે હ્યુન્ડાઈ શો-રૂમ નજીક રેલવે પુલિયા પાસેથી ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતી બે બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે. સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ 
પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ ર્જીંય્ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમના વિરેન્દ્રસિંહ પુરોહિત તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ દવેને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પકડાયેલી મહિલાઓમાં (૧) સાથી ડો/ઓફ હુશેન સીકધાર (ઉંમર ૩૨), મૂળ ગામ ગીરમ ચોરતલા, ગોપાલ ગંજ, બાંગ્લાદેશ અને હાલ સુરત ખાતે રહેતી તથા (૨) મીનારા બેગમ ડો/ઓફ આયબ મુલ્લા (ઉંમર ૨૯), મૂળ ગામ મુકામપુર, ખુલના, બાંગ્લાદેશ અને હાલ નાલાસોપારા, મુંબઈ ખાતે રહેતી હોવાનું બહાર આવ્યું છે. બંને મહિલાઓ પાસપોર્ટ તથા ભારતીય વિઝા વિના બોર્ડર ક્રોસ કરીને ભારતમાં પ્રવેશી ગેરકાયદેસર રીતે રહેતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંનેને ડિટેઇન કરી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સ્ટેશન ડાયરી નોંધ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં SOG PI એમ.સી. વાળા સહિત SOG સ્ટાફ જોડાયો હતો. કુલ ત્રણ મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે..

Comments

COMMENT / REPLY FROM