Trending News
સ્થાનિક સમાચાર

રાપરના સુરસર-પીછાણા રોડ પર બોલેરો ગાડીની હડફેટે મોટરસાઈકલ સવાર બે વ્યક્તિના મોત

15 November



રાપર - કચ્છઉદય : રાપર તાલુકાના સુરસરથી પીછાણા જતા રોડ પર નારણભાઈ સોમાભાઈ રબારીના ખેતર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલ બોલેરો ગાડી (જી.જે. ૦૮-ડી.ડી-૪૦૪૭) ના ચાલકે મોટરસાઈકલ (જી.જે. ૩૯-કે-૧૯૬) ને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ફળિયાદિના નાનાભાઈ કુલદિપસિંહ અને ભાણેજ નયનાબેનને માથા, મોઢા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓના કરૂણ મોત નીપજ્યાં હતાં. ગાગોદર પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ બીએનએસ કલમ ૨૮૧, ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.
 

Comments

COMMENT / REPLY FROM