નવરાત્રી-દિવાળી ના તહેવારો ટાણે કચ્છમાં બુટલેગરો ફરી ઘેલમા ? : કટારીયાનો ૬૩ લાખ નો વિદેશી દારૂકાંડ : ‘પુના-અનોપ’નું નામ ચર્ચામાં!
ભચાઉના જુના કટારીયા વિસ્તારમાં પોલીસની મોટી રેડઃ ત્રણ વાહનો અને ટ્રેક્ટર જપ્ત કરાયા : કાર્યવાહી આવકારદાયક પરંતુ બે સફેદ એક કાળા કલરની ઝડપાયેલી ગાડી
કોની માલીકીની છે? જે અવાવરુ ખેતર દર્શાવાયુ છે, તે ખેતર કોનું છે અથવા તો કોણે ભાડે લીધેલુ હતુ? આટલી તપાસ થશે તો પુના-ખનોપ સુધી આપોઆપ રેલો લંબાઈ જશે
અંજારના સત્તાપર પાસે થયેલી ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં કચ્છમાં પુના-અનોપના દારૂની હેરાફેરીના ખેલ પૂરબહારમા : કટારીયા કાંડમાં પુના-અનોપનાનું નામ બહાર ન આવે તે માટે કઈક અધમપછાડા શરૂ : વહીવટ ગોઠવણીની પણ મોટાપાયે ચર્ચા
પોલીસ બંદોબસ્તમાં રોકાયેલ હોવાથી પુરેપુરો લાભ લેતા બુટલેગરો...! : કયા પોઈન્ટ સલામત છે તેની માહીતી પોલીસના બની બેઠલા અમુક ગદ્વારો જ પુરી પાડી રહ્યા છે..
ગાંધીધામ : નવરાત્રી અને દિવાળી જેવા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કચ્છમાં બુટલેગરો દ્વારા દારૂની રેલમછેલ કરવાના તમામ પેંતરા રચાઈ રહ્યા છે, જોકે બીજી તરફ પોલીસ પણ સક્રિય બની છે. તાજેતરમાં જ કચ્છ બોર્ડર રેન્જ પોલીસે ભચાઉના જુના કટારીયા વિસ્તારમાં દરોડા પાડીને ૬૦ લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી દારૂનો મોટો જથ્થો બજારમાં પહોંચતો અટક્યો છે, જે ચોક્કસપણે આવકારદાયક છે, પરંતુ આ રેડે અનેક ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે.ઝડપાયેલા મુદ્દામાલ પાછળ કોની સંડોવણી? સવાલોનો દોર શરૂ થઈ રહ્ય છે. પોલીસે અવાવરૂ ખેતર અને વાડીમાંથી ત્રણ વાહનો તેમજ એક ટ્રેક્ટર સાથે લાખોનો દારૂ કબજે કર્યો છે, ત્યારે સ્થાનિક વર્તુળોમાં એવા સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મોટો જથ્થો લાવવામાં કયા શખ્સો સામેલ હતા? આ વાહનો કોની માલિકીના છે અને કયા માર્ગેથી આ માલ અહીં સુધી
પહોંચ્યો? જાણકારો કહી રહયા છે કે આ દારૂ કાંડની પાછળ ‘પુના અને અનોપ’ના નામ ચર્ચાના એરણે આવી રહ્યા છે. આ મામલાના જાણકારો અને સૂત્રોના દાવા મુજબ, આ સમગ્ર દારૂનું નેટવર્ક કુખ્યાત શખ્સો
‘પુના અને અનોપ’ સાથે જોડાયેલું છે. જો આ પ્રકરણની જીણવટભરી તપાસ કરવામાં આવે તો કડીથી કડી મળીને રેલો સીધો પુના અને અનોપ સુધી લંબાઈ શકે તેમ છે. જે ખેતરમાંથી માલ પકડાયો છે તે ખેતર કોનું છે અથવા કોને ભાડે આપવામાં આવ્યું હતું, તેની ઊંડાણપૂર્વક તપાસ થાય તો આખી સિન્ડિકેટ બહાર આવી શકે છે.જો કે, બીજી તરફ એવી પણ ચર્ચાઓ જોર પકડી રહી છે કે પુના-અનોપનું નામ આ કેસમાં ક્યાંય બહાર ન આવે તે માટે અગાઉથી જ ગોઠવણો (સેટિંગ્સ) શરૂ થઈ ચૂકી છે. જો તપાસમાં આ મુખ્ય સૂત્રધારોના નામ બહાર નહીં આવે, તો દાળમાં કંઈક કાળું હોવાની શંકા વધુ પ્રબળ બનશે.જાણકારો કહી રહ્યા છે કે, હજુ તાજેતરમાં જ અંજારના સત્તાપર પાસે દારૂનો જથ્થો લઈને ભાગી રહેલા વાહનચાલકનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજવાની ઘટના તાજી છે, જેમાં પણ પુનાનો દોરીસંચાર હોવાની ચર્ચાઓ વહેતી થઈ હતી. આ ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં જ ફરીથી આ જ વિસ્તારમાં દારૂના કાળા કારોબારમાં પુના-અનોપનું નામ સપાટી પર આવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસના કથિત બાતમીદારની અત્યંત ક્રૂર હત્યાના કેસમાં ફરાર હોવા છતાં આ શખ્સો દ્વારા બેરોકટોક દારૂની રેલમછેલ ચાલુ રાખવી એ કાયદો અને વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે.હવે જોવાનું એ રહે છે કે, પોલીસ આ પ્રકરણમાં કેટલા ઊંડા ઉતરે છે અને કાયદાનો સકંજો કસીને દારૂના અસલ સપ્લાયર્સ તથા પુના-અનોપના ગિરેબાન સુધી પહોંચીને તેમના મૂળિયા ઉખેડે છે કે કેમ? તે સમયની માંગ બની રહી છે.
..........
એસપીશ્રી, એલસીબીમાંથી બદલાવાયા, પણ સ્થાનિક મથકના વહીવટદારો કેમ આબાદ?
લાકડીયા વિસ્તારમાં પુના-અનોપ જેવા મોટા બુટલેગરો કોની રહેમનજરથી દારૂના કન્સાઈનમેન્ટ ઠાલવવાની હિંમત કરી? તેમના પર કેમ ગાજ ન વરસી? : બીજી તરફ સવાલોનો મારો
ગાંધીધામ : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં તાજેતરમાં થયેલી મોટી આંતરિક ફેરબદલીઓ અને બદલીના આદેશો બાદ પણ ખાખી વર્ધીના વહીવટદારો સામે ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કડક હાથે કામગીરી કરીને એલસીબી શાખામાંથી વહીવટદારો કે જવાબદારોની બદલીઓ તો કરી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક પોલીસ મથકોમાં બેસીને ખાખીને બટ્ટો લગાડતા ’વહીવટદારો’ હજુ સુધી કેમ આબાદ રહી ગયા છે? તે મુદ્દો હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.સૌથી મોટો અને સળગતો સવાલ લાકડીયા પોલીસ મથકની હદ વિસ્તારને લઈને ઉઠી રહ્યો છે. લાકડીયા અને આસપાસના સીમાડાઓમાં પુના અને અનોપ જેવા નામચીન અને કુંખ્યાત બુટલેગરો બેફામ બનીને વિદેશી દારૂના મોટા મોટા કન્સાઈનમેન્ટ ઉતારી રહ્યા હોવાની ચર્ચા છે. સ્થાનિક પોલીસની નાક નીચે કરોડો રૂપિયાનો દારૂ ઘૂસાડવાની અને ઠાલવવાની હિંમત આ બુટલેગરોમાં ક્યાંથી આવી? સ્થાનિક થાણાના કયા આકાઓ કે વહીવટદારોની રહેમનજર હેઠળ આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે? શું સ્થાનિક વહીવટદારો ઉચ્ચ અધિકારીઓને અંધારામાં રાખીને પોષાઈ રહ્યા છે?દારૂનું નેટવર્ક ચલાવતા પુના-અનોપ જેવા બુટલેગરો સામે કાયદાનું સરકારી શસ્ત્ર ક્યારે અકસીર સાબિત થશે?હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિક થાણાના આકાઓ સામે કેવા કડક પગલાં ભરે છે.
...........
જેવી લાયકાત, તેવું સ્થાન!
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે સાબિત કરી દીધું કે વર્ષોથી એક જ ખુરશી પર ચીટકીને બેઠેલા હવે નહીં ચાલે
ગાંધીધામ : લાંબા સમયથી એલસીબીમાં જામેલા ગલાલની આવડત મુજબ ‘એ’ ડિવિઝનમાં બદલી. એકાએક થયેલી ૩ કર્મચારીઓની બદલીથી પોલીસ બેડામાં મચી ખળભળાટ. વર્ષોથી એક જ જગ્યાએ જામી બેઠેલાઓમાં ફેલાયો ફફડાટ! શિસ્ત અને સચોટ કામગીરીનું SP બગમાર નું ઉત્તમ ઉદાહરણ.
.........

Comments