Trending News
સ્થાનિક સમાચાર

બન્ની વિસ્તારના માલધારી પુત્ર સલમાન જતની સરકારી શાળામાં શિક્ષક તરીકે પસંદગી

13 October



જત સમાજમાં ફેલાઈ હર્ષની લાગણી


ભુજ - કચ્છઉદય : કચ્છના બન્ની વિસ્તારના માલધારી સમાજના યુવાન સલમાન ગફુર જતની સરકારી શાળામાં શિક્ષક તરીકે પસંદગી થતાં સમગ્ર જત સમાજમાં ગૌરવ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પિતા ગફુરભાઈના યોગ્ય માર્ગદર્શન, ત્યાગ અને પ્રોત્સાહન તેમજ પોતાની અથાક મહેનત, લગન અને ધીરજના બળે સલમાને આ સફળતા હાંસલ કરી છે. બન્નીના અંતરિયાળ વિસ્તારમાંથી આવતા આ યુવાને શિક્ષણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ સમગ્ર સમાજ અને ખાસ કરીને બાળકોને ભણાવી આગળ લાવવા માટે પ્રેરણાદાયી બની રહી છે. સલમાન જતની આ સિદ્ધિ બદલ સગા-સંબંધીઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા તેમની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તાજેતરમાં નવનિયુક્ત શિક્ષક સલમાનભાઈએ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મંત્રીએ યુવા શિક્ષકને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
------- 

Comments

COMMENT / REPLY FROM