Trending News
સ્થાનિક સમાચાર

લાખોંદ પાસે ઉજવાઈ રહેલા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ગામ માટે શહાદત વહોરી લેનાર નારીશક્તિનું પુણ્ય સ્મરણ !

13 October




ભુજ - કચ્છઉદય : ૨૦૨૫થી લાખોંદ પાસે શિવાલિકા ગ્રુપ દ્વારા ભવ્યાતિભવ્ય નવરત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, શક્તિનો મહિમા ગાવામાં આવી રહ્યો છે ત્યારે ગામની બે બહાદૂર ચારણ બહેનોનાં બલીદાનની ગાથા યાદ કરીને એ નારી શક્તિનાં ઓવારણાં લઈએ.
કચ્છના ખેંગારજી ત્રીજાએ ઈ.સ. ૧૭૦૩માં લાખોંદ ગામની સ્થાપના કરી હતી. ચારણો સમાજે મહા મહેનતે ગામની જમીન ફળદ્રુપ બનાવી હતી. રાજાને એ બાબતની જાણ થતાં ચારણો પાસેથી એ જમીનનો પુનઃ કબજો સોંપીને ત્રણ દિવસમાં ગામ ખાલી કરી જવા આદેશ આપ્યો ત્યારે ગામલોકો પાસે બે વિકલ્પો હતા. રાજને શરણે જઈ ગુલામી સ્વીકારવી અથવા મરી જવું. આવાં વિકટ સંજોગોમાં ગામની લાંગાવંદરાં પરિવારની આઈ રાજબાઈ અને બેનબાઈ નામની બે મહિલાઓ - જેઓ સંબંધે દેરાણી જેઠાણી થતી એમણે ગામને બચાવી લેવા મક્કમ નિર્ધાર કરી લીધો. આ ઘટના બે સદીથી વધુ જૂની છે.
મુદ્દત વીતતાં જયારે રાજાનું લશ્કર ગામનો કબજો લેવા આવ્યું ત્યારે બન્ને મહિલાઓએ લશ્કરને શ્રાપ આપી, પોતાનાં અંગો કાપીને લોહીનાં ખાબોચિયાં ભરી દેતાં લશ્કર ગભરાઈ ગયું ને ગામનો કબજો લીધા વિના પરત ફર્યું હતું. ગામમાં એ નારીશક્તિનાં શહાદતની સ્મૃતિમાં મંદિરનું નિર્માણ થયું છે જ્યાં પૂજન, જાતર જેવાં આયોજનો થાય છે. યુવા ઇતિહાસવિદ લક્કિરાજસિંહ જાડેજા જણાવે છે કે, લાખોંદ ગામ ગોરાજી ગઢવીને કચ્છના રાઉ શ્રી ખેંગારજી બીજાએ દાન પસા આપેલું હતું ત્યારથી ચારણો ત્યાં વસ્યા. ૧૮ સદીમાં કચ્છ રાઓશ્રીના વજીર ફતેહમામદે ભાયાતો અને દાનોડી ગામ પર કટકાઈ કરી તેમાં તે લાખોંદ ઉપર ચડી આવ્યો ત્યારે ગામને લોપાતું બચાવવા ચારણ આઈઓએ ત્રાગા કર્યા હતાં. લાખોંદ ગામે અભૂતપૂર્વ અને અજોડ એવો અનોખો નારી શક્તિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગામની અનોખી નારી શક્તિનું સ્મરણ કરી વંદન કરીએ. 

Comments

COMMENT / REPLY FROM