Trending News
સ્થાનિક સમાચાર

સપ્તઋષિ જ્યોતિષ સંસ્થાનની બીજી સામાન્ય સભા યોજાઈ

03 October



ભુજ - કચ્છઉદય : સપ્તઋષિ જ્યોતિષ સંસ્થાન ભુજની બીજી સામાન્ય સભાની બેઠક ઉપપ્રમુખ ડો. પ્રીતિબેન રાજગોરના અધ્યક્ષપદે, સંસ્થાના સ્થાપક પ્રમુખ અશોકભાઈ માંડલિયાના નિવાસસ્થાને મળી હતી. મંત્રી આનંદભાઈ શાહે મિનિટ્‌સનું વાંચન કર્યું હતું. આગામી નિદાન કેમ્પ અંગે અશોકભાઈ માંડલિયાએ વિગતવાર માહિતી આપી હતી. ઉપપ્રમુખ પ્રતાપભાઈ જોશીએ જ્યોતિષીઓને કેમ્પમાં સમયસર હાજર રહેવા સૂચન કર્યું હતું. માધાપરના લાલજીભાઈ ઉપાધ્યાયે સેવા આપવાની જાહેરાત કરી હતી. કારોબારી સભ્યો રાજેશભાઈ ચોથાણી તથા કિરણભાઈ રૂપારેલે તેમજ મંત્રી ઝંખનાબેન શર્માએ વ્યવસ્થા સંભાળવાની જાહેરાત કરી હતી. ખજાનચી વિણાબેન માંડલિયાએ સભ્યોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આગામી તા. ૨૫-૧૦, રવિવારના રોજ સવારે ૧૦થી ૧ વાગ્યા સુધી, વી.ડી. હાઈસ્કૂલ પાસે આવેલી લોહાણા મહાજન વાડીના કતિરા પાર્ટી પ્લોટ પાસેના હોલમાં જાણીતા જ્યોતિષીઓ દ્વારા હસ્તરેખા તથા જન્મકુંડળીનું નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પ માટે નામ નોંધણી કરાવનાર લોકોને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે, તેમ સંસ્થાના મહામંત્રી અશોકભાઈ માંડલિયાએ જણાવ્યું હતું. નામ નોંધણી તથા વધુ માહિતી માટે ૯૮૨૫૧ ૬૬૬૦૬, ૯૦૫૪૨ ૨૫૨૦૦૭નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યું છે.
------

Comments

COMMENT / REPLY FROM