અદાણી પોર્ટ ખાતે ૧૦પ એમએમટી કાર્ગો અને વિક્રમી કન્ટેનર હેન્ડલિંગ કરી રચ્યો ઈતિહાસ
મુદરા - કચ્છઉદય : ભારતના સૌથી મોટા વ્યાવસાયિક બંદર તરીકે ઓળખાતા અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુંદ્રા પોર્ટે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં મળીને કુલ ૧૦૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરીને નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન સીટી૩એ એક જ મહિનામાં ૩,૦૯,૯૫૫ કન્ટેનર હેન્ડલ કરીને ભારતના કન્ટેનર પોર્ટ ક્ષેત્રે નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નોંધનીય છે કે અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ અદાણી પોર્ટના સીટી૩ના નામે જ હતો, જેણે ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ૩,૦૭,૩૨૯ કન્ટેનર હેન્ડલ કર્યા હતા. માત્ર એક મહિનામાં પોતાનો જ રેકોર્ડ તોડી નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવો એ મુંદ્રા પોર્ટની વિશ્વસ્તરીય ઓપરેશનલ કાર્યક્ષમતા, આધુનિક ટેક્નોલોજી અને સુસંગત આયોજનનું પ્રતિબિંબ છે. આ સિદ્ધિ દર્શાવે છે કે મુંદ્રા પોર્ટ માત્ર ભારતનું સૌથી મોટું કન્ટેનર હેન્ડલિંગ બંદર જ નથી, પરંતુ દેશના વધતા વૈશ્વિક વેપારને ગતિ આપતું સૌથી વિશ્વસનીય લોજિસ્ટિક્સ હબ પણ છે.
મુંદ્રા પોર્ટ આજે માત્ર એક બંદર નહીં, પરંતુઉત્તર ભારતના વેપાર માટેનું મુખ્ય કન્ટેનર ગેટવેબની ગયું છે. ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી એનસીઆર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને જમ્મ ુ -કાશ્મીર જેવા રાજ્યોના આયાતકારો અને નિકાસકારો માટે મુંદ્રા સૌથી પસંદગીનું બંદર છે. બંદરને દેશના મોટાભાગના ઔદ્યોગિક અને વપરાશ કેન્દ્રો સાથે જોડતા વિશાળ રેલ અને રોડ કનેક્ટિવિટી નેટવર્કને કારણે માલસામાનની ઝડપી અને કિફાયતી હેરફેર શક્ય બની છે. મલ્ટી-કાર્ગો ક્ષમતાથી ઉદ્યોગોની પ્રથમ પસંદગી; કન્ટેનર ઉપરાંત મુંદ્રા પોર્ટ કોલસા, ક્રૂડ ઓઈલ, ખાતર, કૃષિ ઉત્પાદનો, ઓટોમોબાઈલ, સ્ટીલ અને પ્રોજેક્ટ કાર્ગો સહિત તમામ મુખ્ય પ્રકારના કાર્ગોનું હેન્ડલિંગ કરે છે. બંદર ખાતે ઉપલબ્ધ ઊંડા ડ્રાફ્ટ, અત્યાધુનિક ટર્મિનલો અને એકીકૃત લોજિસ્ટિક્સ સુવિધાઓને કારણે તે દેશ-વિદેશના વેપારીઓ માટે સૌથી વિશ્વસનીય સોલ્યુશન તરીકે ઉભરી આવ્યું છે. ૧૦પ એમએમટી કાર્ગો હેન્ડલિંગનો આ ઐતિહાસિક આંકડો ભારતના વધતા વેપાર, ઉત્પાદન અને નિકાસ ક્ષમતાનું પ્રતિબિંબ છે. મુંદ્રા પોર્ટ સતત નવી ક્ષમતાઓ વિકસાવીને, ટેક્નોલોજી આધારિત કામગીરીને પ્રોત્સાહન આપીને અને વૈશ્વિક ધોરણોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને દેશના વૈશ્વિક વેપારને નવી ગતિ આપી રહ્યું છે.
---

Comments