સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભુજમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી બ્લડબેંક દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કચ્છ જિલ્લા શાખા દ્વારા ભુજ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.‘રક્તદાન એ મહાદાન’ના સંદેશ સાથે યોજાયેલા આ સેવાયજ્ઞમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા કેમ્પનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, મિતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, ચેતન ગુંસાઈ, ઇમરાન ચૌહાણ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન વિમલભાઈ મહેતા,ખજાનચી સંજયભાઈ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલિયા, એક્સિક્યુટીવ મેમ્બર પરાગભાઈ લીયા દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રિતેશભાઈ ઠક્કર દિવ્યરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, ભાવિનભાઈ વોરા, અમિતભાઈ ત્રિવેદી, વિલીયમ કૌશિ, દિલીપ સુથાર, મયંક વાઘલા, સુમિત ભીમાણી અને માંગરોળીયા શ્રેય સહિતના અગ્રણીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
------

Comments